વેક્સીન વેચ્યા અગાઉ જ ચીનની આ ફાર્મા કંપની માલામાલ થઇ ગઈ 

world-news
|

August 06, 2020, 2:56 PM

| updated

August 06, 2020, 2:58 PM


Chinese pharma company made money just before the vaccine was sold.png

vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના વાયરસની રસી શોધવામાં સમગ્ર વિશ્વની કંપનીઓ કામે લાગી છે. હવે ધીમે ધીમે કંપનીઓ આ બાબતમાં આગળ વધતી જાય છે. જેમ જેમ રસી મળી રહી છે તેમ કંપનીના શેર અને તેની વેલ્યુએશનમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં  જૂનના અંતમાં રસી ઉત્પાદકે જાહેર કર્યુ હતું કે ચીનના ડ્રગ રેગ્યુલેટરે કોવિડ -19 રસીના ક્લિનિકલ માનવ પરીક્ષણને મંજૂરી આપી દીધી ત્યારથી ચોંગકિંગ ઝીફેઇ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ કંપનીના શેરમાં 80 ટકાનો ઉછાળો આવ્યો છે.  આ વર્ષે 256 ટકાની તેજી સાથે સ્ટોક ચીનએક્સટ ઈન્ડેક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનકાર છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ટેક અને રીઅલ એસ્ટેટ મોગલ્સ દ્વારા વર્ચસ્વ ધરાવતા ચીનના ટોપ 10 ધનિકોની યાદીમાં ફાર્મા કંપની ઝિફીના ચેરમેન જિયાંગ રેનશેંગનું નામ આવી ગયું છે. તેમની સંપત્તિ વધીને 19.3 અબજ ડોલર થઇ ગઈ છે.  ફક્ત જુલાઈમાં જ તેમની સંપત્તિ વધીને બમણી થઇ ગઈ હતી જે વિશ્વના ટોચના 500 ધનિકોમાં સૌથી વધુ ઝડપી વધારો છે. આ વર્ષે તેમાં 14.3 અબજ ડોલરનો ઉછાળો જોવાયો છે. કંપનીમાં જિયાંગ 56 ટકાની માલિકી ધરાવે છે.  

ઝિફેઇએ 2020 ના પ્રથમ છ મહિનામાં 1.5 અબજ યુઆનની ચોખ્ખી આવક નોંધાવી છે, જે ગયા વર્ષ કરતા 30 ટકા વધારે છે. તેણે કહ્યું કે તેની કોરોનાવાયરસ રસી 1 અને 2 ક્લિનિકલ પરીક્ષણોમાંથી પસાર થઈ રહી છે.

Web Title: Chinese pharma company made money just before the vaccine was sold