વૈશ્વિક ઘટાડા સાથે ભારતમાં પણ સોનામાં ઉપલા મથાળેથી ઘટાડો

commodity-news-india
|

August 07, 2020, 8:22 PM

| updated

August 07, 2020, 8:23 PM


Along with the global decline, gold in India also fell from the record level.jpg

અમદાવાદઃ વૈશ્વિક બજારની સાથે સતત વધી રહેલા સોનાના ભાવમાં આજે બ્રેક લાગી છે. એશિયન સત્રમાં સોનું વાયદો નરમ પડતા ભારતમાં પણ ઊંચા મથાળેથી સોનું ઘટ્યું હતું. આજે સોનું એક તબક્કે વધી રૂ.૫૮,૧૩૫ની સપાટીએ પહોંચ્યા બાદ ઘટીને રૂ.૫૮,૦૧૫ની સપાટીએ બંધ રહ્યું હતું જે ગુરુવાર કરતા પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૩૫નો ઘટાડો છે. વાયદામાં સોનું ઊંચા મથાળેથી રૂ.૩૭૦ સરકી ગયું હતું સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ. ૫૬૧૯૧ અને નીચામાં રૂ. ૫૫૫૦૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૪ ઘટીને રૂ. ૫૫૮૨૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૫૩૨૨ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૭૧૩ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭ ઘટીને બંધમાં રૂ. ૫૬૧૦૦ ના ભાવ રહ્યા હતા.

Web Title: Along with the global decline, gold in India also fell from the record level