વૈશ્વિક બજારની રાહે સેન્સેસ-નિફટી 1-1% તૂટ્યા, બેંકોના જોરે રિકવરી

share-market-news-india
|

August 12, 2020, 11:01 AM

| updated

August 12, 2020, 11:23 AM


Sensex Nifty Reover.PNG

vyaapaarsamachar.com

અમદાવાદ : સતત સાત દિવસની તેજી પર ગઈકાલે અમેરિકાના બજારમાં આવેલ કડાકા બાદ આજે એશિયા અને ભારતીય શેરમાર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે. સવારના સત્રમાં બેંચમાર્ક ઈન્ડાયસિસમાં 1%નો કડાકો જોવા મળી રહ્યો છે.

સવારની મંદીમાં સરકારી બેંકો આગળ આવતા અને બાદમાં ખાનગી બેંકોએ પણ સહારો આપતા સેન્સેકસ અને નિફટીએ અડધો ઘટાડો પચાવ્યો છે. સેન્સેકસ 100 અંકોની રિકવરી સાથે 180 અંક નીચે 38,226ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. નિફતી 50 ઈન્ડેકસ પણ 11,242નું તળિયું બતાવીને 45 અંક નીચે 11,277ના સ્તરે જોવા મળી રહ્યું છે.

બેંક નિફટી ઈન્ડેકસ 22,227ની સામે 22,135એ ખુલીને 21,990 સુધી શરૂઆતી મિનિટોમાં ઘટ્યો હતો પરંતુ, SBIમાં બે માસની સૌથી મોટી 5% તેજીને કારણે શેર પાંચ માસની ટોચે પહોંચતા અન્ય બેંકિંગ શેરમાઅં જોમ ભરાયું હતુ અને બેંક નિફટી 22,208 સુધી રિકવર થઈને હવે 75 અંક નીચે 22,152ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે.

આજે બ્રોડર માર્કેટમાં મિશ્ર વેપાર છે. 1187 વધનારા શેરની સામે 1155 શેર ઘટ્યાં છે. 241 શેરમાં અપર તો 145 શેરમાં લોઅર સર્કિટ છે.

Web Title: Dow Hits D-Street: Sensex Nifty Down 0.70% on Metal Crack, PSU Banks Supports