વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના ભાવ ઊંછાળો

commodity-news-india
|

July 31, 2020, 2:21 PM


5e4058203c39d.jpg

www.vyaapaarsamachar.com

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ ઘટતા અટકી મથકો પાછળ ફરી ઊંચકાયા હતા. સામે પામતેલ સહિતના વિવિધ આયાતી ખાદ્યતેલો પણ મક્કમ રહ્યા હતા. મુંબઈ બજારમાં પામતેલમાં હાજર માલની અછત વચ્ચે હાજરમાં ૧૦ કિલોના ભાવ વધી રૂ.૮૩૫ બોલાયા હતા તથા આ ભાવોએ ૧૦૦થી ૧૨૫ ટનના વેપાર થયા હતા, જ્યારે ઓગસ્ટ ડિલિવરીના ભાવ રૂ.૮૨૦થી રૂ.૮૨૨ તથા સપ્ટેમ્બર ડિલિવરીના ભાવ રૂ.૮૦૭ બોલાઈ રહ્યા હતા. સપ્ટેમ્બર ડિલિવરી માટે આશરે ૨૦૦થી ૨૫૦ ટનના વેપાર થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ખાદ્યતેલોના ભાવ ઊંચકાયા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧,૨૮૦ રહ્યા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ વધી રૂ.૧,૨૫૦, ૧૫ કિલોના રૂ.૧,૯૮૦થી રૂ.૧,૯૯૦ તથા કોટન વોશ્ડના રૂ.૮૧૨થી રૂ.૮૧૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલ વધી રૂ.૮૭૦ રહ્યું હતું, જ્યારે સોયાતેલના ભાવ ડીગમના રૂ.૮૧૦, રિફાઈન્ડના રૂ.૮૫૫, સનફ્લાવરના રૂ.૯૦૫ તથા રિફાઈન્ડના રૂ.૯૪૦, મસ્ટર્ડના રૂ.૧,૦૨૫ રહ્યા હતા. ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.૭૪૨ રહ્યા હતા, જ્યારે વાયદા બજારમાં સીપીઓનો ઓગસ્ટ વાયદો આશરે રૂ.૯ વધી રૂ.૭૨૫.૨૦ સાંજે બોલાતો હતો, સામે સોયાતેલનો ઓગસ્ટ વાયદો રૂ.૮.૫૦ વધી સાંજે રૂ.૮૬૩ રહ્યો હતો.

દરમિયાન, વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો નજીકનો વાયદો ૪૨ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૫થી ૭.૫૦ ડોલર ઊંચકાયા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ઓવરનાઈટ ૨૫ પોઈન્ટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ વધુ ૧૦ પોઈન્ટ ઊંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ ધીમા ઘટાડા વચ્ચે રૂ.૮૪૦થી રૂ.૮૬૦ તથા હાજર એરંડાના રૂ.૪૧૦૦ રહ્યા હતા, સામે વાયદા બજારમાં એરંડા ઓગસ્ટ વાયદો સાંજે રૂ.૩૬ વધી રૂ.૩૯૮૦, જ્યારે સોયાબીનનો ઓગસ્ટ વાયદો રૂ.૨૦ ઘટી રૂ.૩૭૩૮ બોલાઈ રહ્યો હતો. 

મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ કપાસિયા ખોળના રૂ.૫૦૦ વધી રૂ.૨૨,૫૦૦, જ્યારે સોયાખોળના ભાવ વધુ રૂ.૨૦૦ વધી રૂ.૨૯,૯૫૦ રહ્યા હતા. જોકે, અન્ય ખોળો શાંત હતા. મલેશિયા ખાતેથી જુલાઈ મહિનામાં પામતેલની કુલ નિકાસ આશરે ૬ ટકા વધી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો ૫૨ પોઈન્ટ તથા સોયાખોળનો વાયદો ૨૦ પોઈન્ટ ઘટયો હતો, જ્યારે કોટનનો વાયદો ૪૪ પોઈન્ટ વધ્યો હતો. અમેરિકા તથા બ્રાઝિલમાં સોયાબીનનો નવો પાક ઊંચો આવવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.

Web Title: prices of edible oil on rise due hike in global rates