વૈશ્વિક બજારમાં નરમ ડોલર, વિદેશી પ્રવાહથી રૂપિયો વધ્યો

forex-news-india
|

July 17, 2020, 9:31 PM


Rupee gains on foreign exchange, soft dollar in global markets.jpg

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં સતત નરમ પડી રહેલા ડોલર, ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ભારતમાં વિદેશી રોકાણના પ્રવાહમાં જોવા મળી રહેલા વધારા સાથે રૂપિયો પણ આજે ડોલર સામે વધ્યો હતો. ગૃવારે ૭૫.૨૫ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૨૫ની નરમ સપાટીએ ખુલ્યા પછી શેરબજારની તેજી સાથે ઉછળ્યો થો એક તબક્કે વધી ૭૪.૯૮ થઇ દિવસના અંતે ૭૫.૦૨ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા દિવસની સપાટી કરતા ૧૬ પૈસાનો વધારો છે. શેરબજારમાં વિદેશી સંસ્થાઓનું વેચાણ છે પણ રિલાયન્સ જીયોમાં થયેલા સોદાઓથી પ્રવાહ આવી રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ૫૪ પૈસા ઘટ્યો હતો જયારે આ સપ્તાહમાં ૧૮ પૈસા વધીને બંધ આવ્યો છે.

ડોલર   ૭૫.૧૦૧૫

યુરો     ૮૫.૪૯૫૦

પાઉન્ડ  ૯૪.૨૫૩૯

યેન     ૭૦.૦૬

Web Title: Rupee gains 16 paisa on foreign exchange, soft dollar in global markets