વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ
commodity-news-india
|
July 27, 2020, 9:09 AM
| updated
July 27, 2020, 9:56 AM

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોના વાયરસ અને ત્યારબાદ અમેરિકા-ચીન સહિત વિશ્વભરમાં વધી રહેલ તંગદિલીને પગલે સોનામાં એકતરફી ચાલ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં રેકોર્ડ બુલ રન જોવા મળી રહ્યો છે.
નવા સપ્તાહની શરૂઆતે જ સોનાએ વૈશ્વિક બજારમાં નવા કીર્તિમાન સ્થાપયા છે. COMEX પર ગોલ્ડ ફ્યુચર્સ 1938 ડોલર પ્રતિ આઉન્સના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 1920 ડોલરની સપ્ટેમ્બર 2011ની જૂની સપાટી વટાવી આજે કોમેક્સ ઓગસ્ટ વાયદો ૧૯૨૪ ડોલરના શિખરે પહોંચ્યો છે. ભારતમાં બજાર ખુલતા સોનું ૫૩૭૦૦ ની નવી વિક્રમી સપાટીએ ખુલ્યું છે.
ડોલરમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદીલી થી સોનું વધી રહ્યું છે. આ ઉપરાંત, હળવા વ્યાજના દર, પુષ્કળ નાણાં પ્રવાહિતા અને કોરોના મહામારીના કારણે આર્થિક મંદી જેવા કારણો પણ સોનાને તેજીમય બનાવવામાં મદદ કરી રહ્યા છે.
સોનાની સાથે હવે ચાંદી પણ ચમક વધારી રહી છે. મોડેથી ચાલ દાખવી રહેલ સિલ્વરમાં પણ રેકોર્ડ લેવાલી જોવા મળી રહી છે. COMEX સિલ્વર પણ 6%ના ઉછાળે 24.22 ડોલર પ્રતિ આઉન્સના રેકોર્ડ લેવલે ટ્રેડ થઈ રહી છે.
સૌથી મોટું ફેક્ટર અમેરિકન ડોલર છે. યુએસ ડોલર ઈન્ડેકસ 0.60%(0.560 સેન્ટ) ઘટીને 93.817ના એક વર્ષના નીચલા લેવલની નજીક છે. ઈન્ટ્રાડેમાં ઈન્ડેકસ 93.80ના 1લી મે, 2018ના તળિયેથી પણ નીચે સરકીને 93.778નો 26 મહિનાના નવા લો પર પહોંચ્યો હતો.
ભારતમાં પણ સોનું સૌનું :
માત્ર વૈશ્વિક ફલક પર જ નહિ છેલ્લા એક સપ્તાહથી ભારતમાં પણ સોનું રોજબરોજ નવા રેકોર્ડ સર કરી રહ્યું છે. ભારતમાં પણ ભાવ ૫૩૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી છે.
વૈશ્વિક સ્તરે ચાંદીએ 24 ડોલરની સપાટી વટાવતા ભારતમાં પણ ભાવ ૬૫૦૦૦ પ્રતિ કિલો થયા છે.
Web Title: Bull Run In Precious Metal: COMEX Gold at Record High, Silver Jumps 6%