વૈશ્વિક બજારમાં સોનાની તેજી અટકી, ભાવમાં નવ દિવસ બાદ પ્રથમ ઘટાડો

commodity-news-india
|

July 30, 2020, 7:56 PM

| updated

July 30, 2020, 7:56 PM


Gold rally halted in global markets, with prices falling for the first time in nine days.jpg

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં નવ દિવસથી સતત વધી રહેલા સોનાના ભાવમાં આજે પ્રથમ ઘટાડો જોવા મળ્યો હતો. આ નવ દિવસમાં સોનું ૭.૯૨ ટકા વધ્યું હતું. સોનાની પાછળ ચાંદીમાં પણ ઘટી હતી અને તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સતત ઉછાળા વચ્ચે ભાવમાં પ્રોફિટ બુકિંગથી બજારમાં કોઈ ચિંતા ટ્રેડર્સ વ્યક્ત કરી રહ્યા નથી.

અમેરિકન બજાર ખુલ્યા ત્યારે અમેરિકાની જીડીપી અન જોબલેસ કલેઈમના આંકડ જાહેર થયા હતા જે સોનાના ભાવમાં તેજીન બળ આપી શકે તેમ છે. આર્થિક રીકવરી મોડી આવશે એવી ધારણાએ ચાંદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આજે વૈશ્વિક રીતે પ્રથમ છ મહિનામાં સોનાના માંગ અન પુરવઠાના આંકડા જાહેર થયા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આ અહેવાલ અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના બીજા ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન વિશ્વમાં સોનાની માંગ ૧૧ ટકા ઘટી ૧૦૧૫ ટન રહી હત..

પ્રથમ ક્વાર્ટરમાં માંગ એક ટકા વધી ૧૦૮૩.૮ ટન રહી હોવાથી સમગ્ર છ મહિનામાં વિશ્વમાં માંગ છ ટકા ઘટીને આવી છે. ઘરેણાની માંગ ૩૯ ટકા અને બીજા કવાર્ટરમાં ૪૬ ટકા ઘટી હતી. આ ઉપરાંત, વિશ્વના બે સૌથી મોટા વપરાશકર ચીન અને ભારતમાં પણ માંગ ઘટી છે જેની અસર બજારના સેન્ટીમેન્ટ ઉપર જોવા મળી હતી. પણ ગ્રાહકોની માંગ કરતા ઈટીએફની માંગ વધારે મજબૂત હોવાથી તેની બહુ લાંબો સમય અસર રહેશે નહી એવી માન્યતા છે.

આજે કોમેકસ ખાતે ડિસેમ્બર સોનું વાયદો ૦.૫૧ ટકા કે ૧૦ ડોલર ઘટી ૧૯૬૬.૭૦ અને હાજરમાં સોનું ૦.૭૬ ટકા કે ૧૯૫૫.૭૮ ડોલરની સપાટીએ છે. તા.૨ ઓગસ્ટે પૂરો થઇ રહેલો ઓગસ્ટ વાયદો પણ ૪.૯૦ ડોલર ઘટી ૧૯૪૮.૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

Web Title: Gold rally halted in global markets, with prices falling for the first time in nine days