વૈશ્વિક બજારમાં US ડોલર બે વર્ષની નીચી સપાટીએ

forex-news-india
|

July 27, 2020, 8:58 PM

| updated

July 27, 2020, 8:58 PM


US Dollar hit a two year low in global market.jpg

અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી, કોરોનાના વધી રહેલા કેસ અને બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતાના કારણે ઈમર્જીંગ ઈકોનોમી તરફ ફંટાઈ રહેલા ડોલર પ્રવાહના કારણે અમેરિકન ડોલર આજે બે વર્ષની નીચી સપાટીએ પટકાયો હતો. અમેરિકન ડોલર આજે યુરો અને સેફ હેવન ગણાતા જાપાનીઝ યેન સામે સૌથી વધુ પટકાયો હતો. અમેરિકન ચલણનું વિશ્વની ટોચનની છ કરન્સી સામે મુલ્ય નક્કી કરતા ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા સાત દિવસથી અને સતત છ સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે ડોલર ઇન્ડેક દિવસની નીચી સપાટી ૯૩.૫૫૮ થઇ અત્યારે ૯૩.૭૬૦ની સપાટીએ છે. આજે ડોલર ઇન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ડોલર સામે યુરો ૦.૬૭ ટકા અને બ્રિટીશ પાઉન્ડ ૦.૬૩ ટકા વધ્યા છે. યેન સામે ડોલર ૦.૬૫ ટકા ઘટેલો છે.

Web Title: US Dollar hit a two year low in global market