વૈશ્વિક સોના-ચાંદીમાં સળંગ સાતમાં સપ્તાહે તેજીની ચાલ અકબંધ

commodity-news-india
|

July 17, 2020, 9:38 PM

| updated

July 17, 2020, 9:40 PM


Global gold and silver price remained bullish for the seventh week in a row.jpg

અમદાવાદઃ સાતમાં સપ્તાહે પણ સોના અને ચાંદીના ભાવમાં તેજીમય વાતાવરણ જળવાઈ રહ્યું છે. ગુરુવારે એક તબક્કે સપ્તાહના સૌથી મોટા ઘટાડા બાદ ફરી કોરોના વાયરસના વધી રહેલા કેસ અને નબળા ડોલરના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, સોનાના ભાવમાં વર્તમાન ભાવ નવ વર્ષની ઉંચી સપાટી ૧૮૨૯ ડોલરથી નીચે પણ ચાંદી અમેરિકન અર્થતંત્રની રીકવરી સાથે ૧૧ મહિનાની ઉંચી સપાટીએ મક્કમ આગળ વધી રહી છે અને ૨૦ ડોલરની સપાટી તરફ પહોંચી રહી છે.

અમેરિકમાં રીટેલ વેચાણ જૂન મહિનામાં ધારણા કરતા વધારે વધ્યું હોવાથી ગુરુવારે સોનું એક સપ્તાહમાં સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોમેકસ ઓગસ્ટ વાયદો ગુરુવારે ૦.૭૪ ટકા ઘટી ૧૮૦૦.૩૦ ડોલરની સપાટી ઉપર હતો એક તબક્કે ભાવ ઘટીને ૧૭૯૪ ડોલર સુધી પણ ગયા હતા. ચાંદીનો વાયદો ગુરુવારે ૦.૯૫ ટકા ઘટી ૧૯.૫૭૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે અમેરિકન ટ્રેડીંગ શરુ થયું ત્યારે કોમેકસ ઓગસ્ટ વાયદો ૦.૪૭ ટકા કે ૮.૪૦ ડોલર વધી ૧૮૦૮.૭૦ અને હાજરમાં ૦.૬૮ ટકા કે ૧૨.૧૩ ડોલર વધી ૧૮૦૯.૨૯ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૨૧ ટકા કે ૪ સેન્ટ વધી ૧૯.૬૧ ડોલર અને હાજરમાં ૦.૭૩ ટકા કે ૧૪ સેન્ટ વધી ૧૯.૩૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

સોના ચાંદીમાં સતત સાતમાં સપ્તાહે તેજી યથાવત

અબજો ડોલરના સ્ટીમ્યુલસ પેકેજ, સતત ઘટી રહેલા વ્યાજના દર અને કોરોના મહામારીના કારણે મંદીથી અને જીયોપોલીટીકલ તંગદિલીથી સોનામાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં લોકડાઉન બાદ ફરી બેઠા થઇ રહેલા ઉદ્યોગોના કારણે તેજી વ્યાપક બની છે. આજે સતત સાતમાં સપ્તાહે બંને ધાતુઓમાં વૃદ્ધિ જોવા મળી છે. સોનું છેલ્લા તા.૩૧ મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં ૧૬૮૩ ડોલરની સપાટી અને ચાંદી ૧૭.૪૭૯ની સપાટીએ બંધ હતા. આ સાત સપ્તાહમાં સોનું ૧૨૫.૭ ડોલર કે ૭.૪૫ ટકા અને ચાંદીના ભાવ ૨.૧૩ ડોલર કે ૧૨ ટકા વધ્યા છે.

Web Title: Global gold and silver price remained bullish for the seventh week in a row