વૈશ્વિક સોનું 1900 ડોલરની પાર, ભારતમાં રૂ. 53,000 બોલાયા

commodity-news-india
|

July 24, 2020, 8:56 PM

| updated

July 24, 2020, 9:07 PM


Gold moving 1900 dollar due to dollar two-year low, tension between US and China.jpg

અમદાવાદઃ સોનું મક્કમ ગતિએ તેજી આગળ વધી રહી છે અને વૈશ્વિક બજારમાં ભાવ નવ વર્ષ બાદ પ્રતિ ઔંસ દીઢ 1900 ડોલરની સપાટીને કુદાવી ગયા છે. આજે મોડી સાંજે વૈશ્વિક બજારમાં અમેરિકન સત્રમાં આજે એક તબક્કે સોનું ઓગસ્ટ વાયદો ૧૯૦૪ ડોલર થઈ ગયો હતો જે સપ્ટેમ્બર ૨૦૧૧પછીની સૌથી ઊંચી સપાટી છે. બુલિયન વાયદો ૧૯૦૪ થઈ ફરી ઘટી ૧૮૯૯.૨૫ ડોલર થઈ ફરી ૧૯૦૦ ડોલર આસપાસ ચાલો રહ્યો છે. તો વૈશ્વિક તેજી પાછળ ભારતીય બજારમાં પણ સોનામાં ઉછાળો આવ્યો હતો. ભારતમાં ખાનગીમાં સોનાનો ભાવ રૂ. 53,000 પ્રતિ 10 ગ્રામ બોલાયા હતા.

સોનાના ભાવ ૧૯૦૦ ડોલર તરફ આગળ વધી રહ્યા છે અને અત્યારે તેજીના પરિબળો તરફેણમાં હોવાથી તેના ભાવ ૧૯૨૦ ડોલરની ઈતિહાસની સૌથી ઉંચી સપાટી પાર કરે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ડોલર બે વર્ષના તળીયે, અમેરિકા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં વધી રહેલી તંગદિલી અને અમેરિકામાં આર્થિક રીકવરી ધારણા કરતા વધારે સમય પછી જોવા મળે એવા સંકેતો વચ્ચે સોનાના ભાવ ગુરુવાર સાંજથી ફરી વધવા શરુ થયા છે.

ગુરુવારની તેજીમાં સોનાના વાયદા અમેરિકન સત્રમાં ૧૮૯૭.૩ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા પણ પછી વેચવાલીના દબાને ઘટ્યા હતા. ગુરુવારે ૧૮૯૦ ડોલર બંધ રહેલો સોનું ઓગસ્ટ વાયદો આજે ૦.૧૭ ટકા કે ૩.૨૦ ડોલર વધી ૧૮૯૩.૨૦ ડોલર અને હાજરમાં ૦.૪૫ ટકા કે ૮.૫૧ ડોલર વધી ૧૮૯૫.૯૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સોનાના ભાવ ૨૪ ટકા જેટલા વધ્યા છે.

અમેરિકાએ ચીનનો એક દુતાવાસ બંધ કરતા ચીને આજે વળતો પ્રહાર કરી વોશીંગ્ટનન ચેન્ગ્ડું ખાતેનો દુતાવાસ બંધ કરવા આદેશ આપ્યો છે. ગત વર્ષે બન્ને દેશ ટ્રેડ વોર ઉપર હતા અને સપ્ટેમ્બરમાં સંધી થઇ હતી પણ કોરોના વાયરસ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનને દોષિત ઠેરવી રહ્યા હોવાથી આ તંગદિલી વધી રહી છે.

અમેરિકામાં જોબલેસ કલેઈમના આંકડાઓ એપ્રિલ પછી ફરી એકવખત વધી રહ્યા છે અને તેને આર્થિક રીકવરી સામે પ્રશ્નાર્થ માનવામાં આવી રહ્યા છે. તંગદિલી અને અર્થતંત્રના કારણે અમેરિકન ડોલર બે વર્ષની નીચી સપાટીએ છે. ડોલરના ઘટતા ભાવથી સોના (કે જેના ભાવ ડોલરમાં નક્કી થાય છે)ની ખરીદી અન્ય ચલણમાં સસ્તી બને છે અને એટલે તેની ખરીદી આકર્ષક ગણવામાં આવે છે.

Web Title: Global gold crosses 1900 dollar, price Rs. 53,000 quoted in India Market