વોડાફોન આઇડિયાને જૂન ક્વાર્ટરમાં રૂ. 25,460 કરોડની જંગી ખોટ

share-market-news-india
|

August 06, 2020, 5:59 PM

| updated

August 06, 2020, 6:14 PM


Vodafone Idea net loss widens to Rs 25,460 crore in June quarter 2020.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા લિમિટેડે એપ્રિલથી જૂન 2020 દરમિયાનના ત્રિમાસિકગાળામાં વિક્રમી ખોટ નોંધાવી છે. આજે કંપની દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ જૂન ક્વાર્ટરમાં વોડાફોન આઇડિયાની ચોખ્ખી ખોટ વધીને રૂ. 25,460 કરોડે પહોંચી ગઇ છે, આ સાથે આ ટેલીકોમ કંપનીએ સતત આઠમાં ત્રિમાસિકગાળામાં ખોટ કરી છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 4874 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી.

એજીઆરની જોગવાઇથી ખોટ વધી

વોડાફોન આઇડિયા લિમિટેડની ખોટ વધવા પાછળનું મુખ્ય કારણે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) માનવામાં આવે છે. સરકાર સાથે એજીઆર મુદ્દે ચાલી રહેલા વિવાદને કંપનીએ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે એજીઆરની ચૂકવણી કરવી પડી રહી હોવાથી ખર્ચ વધ્યો છે.  

સરકારને ચૂકવણી માટે રૂ.1 9,441 કરોડની જોગવાઇ કરી

સરકારને બાકી એજીઆરની ચૂકવણી કરવા માટે વોડાફોન આઇડિયા લિમિટેડ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 19,441 કરોડની જોગવાઇ કરી છે. આ જંગી જોગવાઇના લીધે કંપનીએ જૂન ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ નોંધાવી છે.

આવકમાં પણ 5.4 ટકાનો ઘટાડો

ટેલિકોમ કંપનીની આવક જૂન કવાર્ટરમાં 5.4 ટકા ઘટીને રૂ. 10.659 કરોડ થઇ છે. જ્યારે જૂન ક્વાર્ટર 2019માં કંપનીને રૂ. 11,269 કરોડની આવક થઇ હતી. કોરોના વાયરસની મહામારી રોકવા માટે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના લીધે કંપનીની આવક પર ગંભીર પ્રતિકુળ અસર થઇ છે.  

કંપની દેવાના ડુંગર તળે, દેવુ વધીને રૂ. 1.18 લાખ કરોડને પાર

વોડાફોન આઇડિયા લિમિટેડના દેવાના બોજમાં જંગી વધારો થયો છે. આજે જાહેર કરાયેલા પરિણામ મુજબ જૂન ક્વાર્ટરમાં કંપનીની ગ્રોસ ડેટ વધીને રૂ. 1,18,940 કરોડે પહોંચી ગઇ છે. જેમાં ₹ 92,270 કરોડની સરકારને કારણે સ્થગિત સ્પેક્ટ્રમ ચુકવણીની જવાબદારી શામેલ છે.

કંપનીની ગ્રાહક દીઠ આવક ઘટી

કંપનીની ગ્રાહક દીઠ સરેરાશ આવકમાં ઘટાડો થયો છે. જૂન ક્વાર્ટરમાં જૂનની ગ્રાહક દીઠ સરેરાશ આવક એટલે કે એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU) ઘટીને રૂ. 114 કરોડ નોંધાઇ છે જ્યારે માર્ચ ક્વાર્ટરમાં આ આવક રૂ. 121 હતી.

  

Web Title: Vodafone Idea net loss widens to Rs 25,460 crore in June quarter 2020