શશી થરૂરની આગેવાની વાળી સંસદીય સમિતિ સમક્ષ ફેસબુક ઇન્ડિયાના વડા હાજર થયા

world-news
|

September 03, 2020, 11:36 AM

| updated

September 03, 2020, 11:42 AM


Shashi Tharoor-led Parliamentary Panel Grills Facebook India MD Ajit Mohan For 2 Hours Over ‘Hate Speech’ Row.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ફેસબુકના મુદ્દેરાજકીય ઘર્ષણ વચ્ચે સંસદની સમિતિએ બુધવારે એક બેઠક યોજી હતી અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કથિત દુરૂપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની અધ્યક્ષતા હેઠળની ઇન્ફર્મેશન ટેક્નોલોજી મામલાની સ્થાયી સમિતિ દ્વારા ફેસબુકના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા.

ફેસબુક ઇન્ડિયાના વડા અજિત મોહન સાથે બે કલાક સુધી બેઠક બાદ શશી થરૂરે ટ્વીટ કર્યું હતું. તેઓએ ટ્વીટમાં કહ્યું હતું કે અમે બાદમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંમત થયા છીએ.

In response to overwhelming media interest in the meeting of the ParliamentaryStandingCommittee on InformationTechnology that just adjourned, this is all I can say: we met for some three&a half hours & unanimously agreed to resume the discussion later, incl w/ reps of @Facebook.

— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2020

મંગળવારે કોંગ્રેસે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથોના અહેવાલોને ટાંકીને ફેસબુક અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ભારતની લોકશાહી અને સામાજિક સંવાદિતા પરના હુમલાનો પર્દાફાશ થયો છે.

મુખ્ય વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને દોષી સાબિત થાય તે લોકોને સજા થવી જોઈએ. વધુમાં પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના સમાચારને ટ્વિટર પર શેર કરતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

Web Title: Shashi Tharoor-led Parliamentary Panel Grills Facebook India MD Ajit Mohan For 2 Hours Over ‘Hate Speech’ Row