શિવ નાડરે HCL ટેકના ચેરમેન પદેથી આપ્યુ રાજીનામું, હવે આ મહિલા સંભાળશે જવાબદરી

share-market-news-india
|

July 17, 2020, 2:59 PM

| updated

July 17, 2020, 3:02 PM


Shiv Nadar steps down as chairman of HCL Tech, daughter Roshni takes over.jpg

મુંબઇઃ દેશની અગ્રણી આઇટી કંપની HCL ટેકનોલોજીસના ચેરમેન પદેથી શિવ નાડરે રાજીનામું આપ્યુ છે અને તેની સાથે કંપનીની કેપ્ટનશીપમાં પરિવર્તન આપ્યુ છે. શિવ નાડરે કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ હવે તેમની દીકરી રોશની નાડર મલ્હોત્રા ચેરમેનની જવાબદારી સંભાળશે. આજે શુક્રવારે કંપનીએ શેરબજારને એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. અત્યાર સુધી રોશની નાડર મલ્હોત્રા કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદે હતી અને આજે 17મી જુલાઇ 2020થી જ તેમની કંપનીના ચેરમેન પદે નિમણૂક ગણાશે.

અલબત શિવ નાડર HCL કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદે અને ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પદે યથાવત રહેશે.  

ઉલ્લેખનિય છે કે, 75 વર્ષીય શિવ નાડરે અજય ચૌધરી, અર્જૂન મલ્હોત્રા અને અન્ય પાંચ વ્યક્તિઓની સાથે મળીને HCL ટેકનોલોજીની સ્થાપન કરી હતી.     

Web Title: Shiv Nadar steps down as chairman of HCL Tech, daughter Roshni takes over