શું કાર કે સાયકલ ચલાવતી વખતે માસ્ક પહેરવુ ફરજિયાત છે? જાણો સ્વાસ્થ્ય મંત્રાલય શું કહે છે…

india-news
|

September 03, 2020, 9:03 PM

| updated

September 03, 2020, 9:04 PM


Mask Mandatory For Car Driving or Cycling Alone Know what says Health Ministry.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ કોરોના મહામારીથી બચવા માટે સરકારે ઘરની બહાર અને જાહેર સ્થળોએ લોકો માટે માસ્ક પહેરવુ ફરજિયાત બનાવ્યુ છે. આવા સંજોગોમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું કાર ડ્રાઇવિંગ કરતી વખતે  કે એકલા સાયકલ ચલાવતી વખતે માસ્ક પહેરવુ ફરજિયાત છે..? આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું શુ કહેવુ છે, ચાલો જાણીયે…

અમે આવી કોઇ ગાઇડલાઇન જાહેર કરી નથીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાર ચલાવતી વખતે કે એકલા સાયકલ ચલાવતી વખતે માસ્ક પહેરવા અંગે કોઇ પણ પ્રકારની ગાઇડલાઇન જારી કરી નથી. એક ઉચ્ચ અધિકારીએ આજે ગુરુવારે આ વાત કહી છે. અલબત, જો કોઇ તમે કોઇ સમૂહમાં સાયકલ ચલાવતો હવો, કસરત કે જોગિંગ કરી રહ્યા હોવો તો તમારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત રહેશે જેથી એક-બીજામાં સંક્રમણ ફેલાય નહીં.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ડ્રાઇવિંગ કે સાયકલ ચલાવતી વખતે માસ્ક પહેરવુ ફરજિયાત હોવા સંબંધિત પ્રશ્નોના અન્વયે આ જવાબ આપ્યો હતો. તાજેતરમાં મોટી સંખ્યામાં કાર ચલાવતી વખતે માસ્ક ન પહેરવાની ફરિયાદો ઉઠી અને તેમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ભૂષણે સ્પષ્ટતા કરી કે, કાર ચલાવતી વખતે કે એકલા સાયકલ ચલાવતી વખતે માસ્ક પહેરવા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી.

તેમણે કહ્યુ કે, શારીરિક ગતિવિધિઓને લઇને લોકોમાં જાગૃતિનો અભાવ છે. તમે લોકોને બે કે ત્રણના સમૂહમાં સાયકલ ચલાવતા કે જોંગિગ કરતા જોઇ શકો છો.   

ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની કુલસંખ્યા 39 લાખને વટાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસથી દેશમાં 67,376 લોકોના મોત થયા છે.   

Web Title: Mask Mandatory For Car Driving or Cycling Alone? Know what says Health Ministry