શું ભારતમાં રશિયાની રસી આપવામાં આવશે? AIIMS ડાયરેક્ટરે કર્યો ખુલાસો

india-news
|

August 12, 2020, 11:27 AM


dc-Cover-au7mok02br0m258dgrfuqgmvt0-20200511160537.Medi.jpeg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવામા સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું- અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી.

, પરંતુ  વેક્સિનને લઇને ઘણા મતમતાંતર સેવાઇ રહ્યા છે.તેના પ્રભાવશાળી હોવા પર સતત શક્યા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વના ત્રીજા સૌથી પ્રભાવિત દેશ ભારતમાં પણ આ રસીને લાવતા પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ તેની અસરને આંકવામાં આવશે. આ કહેવું છે દેશની સૌથી મોટી હોસ્પિટલ એમ્સના ડાયરેક્ટર ડો. રણદીર ગુલેરિયાનું.

મોટા પાયે રસી વિકસિત કરી શકે છે ભારતઃ ગુલેરિયા

રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને મંગળવારે વિશ્વનીસામે કોરોનાની પ્રથમ રસીની જાહેરાત કરી. રશિયાએ તેનું નામ ‘સ્પુતનિક’ રાખ્યું છે. જોકે, વિતેલા કેટલાક દિવસથી રશિયા રસીને લઈને ચર્ચામાં હતું અને ત્યારથી જ તેના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
રશિયા વેક્સીન મુદ્દે એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ કહ્યું, “જો રશિયાની રસી સફલ થાય છે તો આપણે એ જોવાનું રહેશે કે આ રસી કેટલી સુરક્ષિત અને પ્રભાવશાળી છે. આ રસીની કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન હોવી જોઈએ અને સાથે જ દર્દીને સારી રોગપ્રતિકારક ક્ષમતા અને સુરક્ષા મળે.”

ડો. ગુલેરિયાએ કહ્યું કે, જો આ રસી સાચી સાબિત થાય છે તો ભારતની પાસે મોટા પાયે તેનું નિર્માણ કરવાની ક્ષમતા છે.

Web Title: ‘Need to assess if Russia’s Covid-19 vaccine is safe and effective’: AIIMS Director