શું સૌથી મોટી કંપની સાથેની રિલાયન્સની આ ડીલ કોરાણે મુકાશે..?

share-market-news-india
|

July 17, 2020, 3:26 PM

| updated

July 17, 2020, 3:35 PM


Why Reliance’s Deal To Sell 20 Percent Of Its To Aramco Has Been Stuck (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : મુકેશ અંબાણીએ બુધવારે જાહેરાત કરી કે, સાઉદી અરામકો સાથેના સૂચિત સોદામાં વિલંબ થશે… જેના પરથી કહી શકાય કે, શું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સાઉદી અરામકો વચ્ચેના સોદાની સંભાવના હવે ઓછી થઈ રહી છે? સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સાઉદીની આ કંપનીએ 75 અબજ ડોલરના મુકેશ અંબાણીની કંપનીના વેલ્યુએશન 20 ટકા ઘટાડાની માગણી કરી છે પરિણામે અત્યારે આ ડીલની કાર્યવાહી અટકી પડી છે.

અરામકોને રિલાયન્સના 15 અબજ ડોલરના પ્રાઇસ ટેગની સામે વાંધાવચકા

  • સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રિલાયન્સ અને સાઉદીની કંપનીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી, ત્યારથી જ સાઉદીની આ કંપનીએ રિલાયન્સના 15 અબજ ડોલરના પ્રાઇસ ટેગની સામે વાંધાવચકા શરૂ કરી દીધા હતા.
  • જામનગર ખાતેની રિફાઇનરીનું તેમજ પેટ્રોકેમિકલ પ્લાન્ટ અને ઈંધણ રીટેઈલ સાહસના 51 ટકા મળીને ટોટલ વેલ્યુએશનની સામે સાઉદીની કંપનીએ વાંધો ઉઠાવી ટોટલ વેલ્યુએશનમાં 20 ટકા કાપની માગણી કરી છે.
  • વિશ્વભરમાં મહામારી ફેલાયેલી છે ત્યારે ક્રૂડના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને તેને ધ્યાનમાં રાખી સાઉદીની કંપની એવો આગ્રહ કર્યેા છે કે, હવે ફરીથી વેલ્યુએશન કરવાની જરૂર છે અને 20 ટકા જેટલો કાપ મૂકવાની જરૂર છે.
  • આમ આ જાયન્ટ સોદામાં અવરોધ સર્જાયો છે. પરિણામે આ સોદાની કાર્યવાહી હાલ તો અટકી ગઈ છે અને નવેસરથી બેઠકોનો દોર શરૂ થશે અને તેનું શું પરિણામ આવશે, તેના તરફ સૌની મીટ મંડાયેલી રહેશે.

લોકડાઉનના કારણે અરામકો સાથેની ડીલ ટળી

ગત ઓગસ્ટમાં જ મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમની કંપની રિફાઈનિંગ એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસનો 20 ટકા સ્ટેક સાઉદી અરબની પેટ્રોકેિમકલ કંપની અરામકોને વેચશે. તે સમયે ડીલની વેલ્યુ 15 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 105 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તેનાથી કંપનીનું 60 ટકા દેવું ઉતરી જાત.  જોકે ઓગસ્ટ 2019થી 2020 સુધી ક્રુડ ઓઈલની કિંમત 65 ટકા ઘટી. આવી સ્થિતિમાં સ્ટેક વેચીને રિલાયન્સને આશા મુજબ રોકાણ ન મળત. કોરોનાના કારણે અરામકોની ડીલ ટળી રહી હતી તો રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સનો સ્ટેક વેચીવાનું શરૂ કર્યું અને દેવા મુક્ત થઈ.

અરામકોનો વાર્ષિક નફો 111.1 અબજ ડોલર

  • અરામકો દુનિયાની સૌથી વધુ નફો રળતી કંપની છે. ગયા વર્ષે અરામકોએ 111.1 અબજ ડૉલરનો નફો કર્યો હતો.
  • આ કોઈ પણ કંપનીની સૌથી મોટી કમાણી છે. આ પહેલાં આ સિદ્ધિ ‘ઍપલ આઇફોન’ના નામે હતી. વર્ષ 2018માં ઍપલની કમાણી 59.5 અબજ ડૉલર જ હતી.
  • તેની સાથે જ અન્ય તેલ કંપનીઓ ‘રૉયલ ડચ શૅલ’ અને ‘ઍક્સોન મોબિલ’ પણ આ રેસમાં બહુ પાછળ છે.

Web Title: Why Reliance’s Deal To Sell 20 Percent Of Its To Saudi Aramco Has Been Stuck