શું સ્નીફર ડોગ કોરોના વાયરસ સંક્રમણ પણ સુંધીને પારખશે?

health-news-india
|

July 29, 2020, 2:30 PM


Will Dog report coronavirus infection in the future.jpg

vyaapaarsamachar.com

લંડન: વિશ્વમાં વકરતી જતી કોરોના મહામારીના પગલે રસી અને દવા શોધવા તનતોડ મહેનત ચાલી રહી છે. કોઇ પણ રોગનું નિદાન થાય એ પછી જ તેને મટાડી શકાય છે. બ્રિટનની એક સંશોધન સંસ્થાના વૈજ્ઞાાનિકોએ  કોવિડ-૧૯ સુંધી શકે તે માટે ડૉગ પર પ્રયોગ કરવાની પહેલ કરી છે. મેડિકલ ડિટેકશન ડોગ્સ અને લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન પણ ડૉગ કોરોના વાયરસને પકડી શકે તે દિશામાં સક્રિય હોવાનું જાણવા મળે છે. મેડિકલ ડિટેકશન ડૉગ સાથે સંકળાયેલા વૈજ્ઞાાનિકોનું માનવું છે કે દરેક બીમારીની પોતાની એક આગવી ગંધ હોય છે જેને ડૉગ સુંધી શકવાની શકિત ધરાવે છે તે અનેક પ્રયોગોમાં સાબીત થયું છે. અગાઉ ડૉગે સ્મેલ દ્વારા મેલેરિયા,કેન્સરથી માંડીને પાર્કિસન્સની શરુઆતના લક્ષણો પણ શોધી શકાયા છે.

મહામારીમાં રોગચાળો બેકાબુ બને ત્યારે આ પ્રકારના  બિન પરંપરાગત પ્રયાસ કરવા જરુરી બની જાય છે. તાલીમ પામેલા ડૉગ માણસના શરીરના તાપમાનમાં થતા સુક્ષ્મ પરીવર્તનને પણ નોંધી શકે છે. આથી કોઇ વ્યકિતને તાવ છે કે નહી તે જાણવામાં ઉપયોગી બને છે. મેડિકલ ડિટેકશન ડૉગ સાથે સંકળાયેલા માણસોને આશા છે કે ડોગ્સ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી થતા કોવિડ-૧૯ ને પારખી શકશે એટલું જ નહી જેમનામાં કોવિડ-૧૯ના લક્ષણો દેખાતા નથી એને પણ અલગ તારવી શકાશે. એના માટે કોરોના વાયરસના રોગીઓની ગંધને પકડવી અને તે ડોગ સમક્ષ રજુ કરવી મહત્વની છે.

ડોગે શ્વાસોશ્વાસ સાથે જોડાયેલી બીમારીઓ અગાઉ પારખી હોવાથી કોવિડ-૧૯ની ચકાસણીને લઇને વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. વર્તમાન સમયમાં એરપોર્ટ,રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ થર્મોમીટર ગનની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે પરંતુ ડૉગ  કોરોના વાયરસથી થતી બીમારીની ગંધ પકડી શકશે તો તે મોટી સફળતા મળી ગણાશે. ભવિષ્યમાં ડોગને એરપોર્ટ પર કોવિડ-૧૯ની તપાસ માટે રાખી શકાશે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. ડોગ કોરોના વાયરસને પકડી શકે તેની પાછળ ખર્ચ પણ ખૂબ ઓછો થશે.

Web Title: In the future, dogs may screening infections by sniffing the corona virus