શેરબજારની ઘટાડાની અસરથી રૂપિયો નરમ પડ્યો

forex-news-india
|

July 30, 2020, 7:09 PM


Indian Rupee weak against dollar on the back of a stock market slump.jpg

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં આજે ડોલર એક તબક્કે વધ્યો હતો. શેરબજારમાં ઘટાડો અને સોના –ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગના કારણે ડોલર તરફ લોકો વળ્યા હતા. પણ તેનો ઉછાળો ક્ષણજીવી રહ્યો હતો અને અમેરિકામાં બેરોજગારીમાં ફરી ઉછાળો આવ્યો હોવાના આંકડા અને જુન ક્વાર્ટરમાં અમેરિકન અર્થતંત્રમાં ઐતિહાસિક ઘટાડાના કારણે ડોલર ફરી નબળો પડ્યો હતો. પળવારમાં જ ડોલર ઇન્ડેક્સ ૦.૧૧ ટકા ઘટી ૯૩.૩૩૨ થઇ ગયો હતો.

ભારતીય ચલણ સામે મહિનાના અંતે આયાત નિકાસના હિસાબની પતાવત વચ્ચે ડોલરની વધેલી માંગ અને સ્થાનિક શેરબજારમાં બીજા દિવસે પણ ઘટાડાની અસરથી ભારતીય રૂપિયો ડોલર સામે ઘટીને બંધ આવ્યો હતો. બુધવારે ૭૪.૮૦ બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૮૪ની સપાટીએ ખુલી દિવસ દરમિયાન ૭૪.૮૦થી ૭૪.૮૮ની વચ્ચે અથડાયો હતો. સાંકડી વધઘટ બાદ દિવસના અંતે રૂપિયો ૪ પૈસા ઘટી ૭૪.૮૪ બંધ આવ્યો હતો. ભારતીય ફોરેકસ માર્કેટ ચાલુ હતા ત્યારે ડોલર પણ વૈશ્વિક બજરમાં વધેલો હતો. દરમિયાન, રૂપિયો આજે જાપાનીઝ યેન સામે વધ્યો હતો પણ પાઉન્ડ અને યુરો સામે ઘટાડાનો દોર ચાલુ હતો.

ડોલર  ૭૪.૮૪૧૨

યુરો    ૮૭.૯૬૨૪

પાઉન્ડ ૯૬.૯૨૭૮

યેન    ૭૧.૧૨

Web Title: Indian Rupee weak against dollar on the back of a stock market slump