શેરબજારની રેકોર્ડ રેલી: સેન્સેકસનો 400 અંકોનો હાઈજમ્પ, નિફટી 11,000ને પાર બંધ

share-market-news-india
|

July 20, 2020, 4:24 PM

| updated

July 20, 2020, 4:26 PM


Bull Run For D-Street Sensex Jumps 600 pts, Nifty Above 10,300 on Banks Push.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં સારા કે ખરાવ સ્વદેશી કે વિદેશી સંકેતો હોવા છતા એકતરફી રેકોર્ડ રેલી જ જોવા મળી રહી છે. લોઅર સર્કિટ બાદ બજારમાં એતરફી ચલણનો જ માહોલ બન્યો છે.

સેન્સેકસ નિફટી આજે પણ સવા ટકા સુધી ઉછળીને 18 સપ્તાહની ટોચે બંધ આવ્યા છે. સેન્સેકસ નવા સપ્તાહના પ્રથમ સત્રમાં 400 અંકોના હાઈજમ્પ સાથે 37,419ના લેવલે બંધ આવ્યું છે. આ સિવાય નિફટી પણ 120 અંક અપ 11,022ના સ્તરે બંધ આવ્યો છે.

89 સત્ર બાદ આજે નિફટી 11,000ની સપાટી કુદાવી સકી છે અને છ માર્ચ બાદના ટોચે પહોંચ્યા છે. આજની તેજીમાં સૌથી મોટો ફાળો HDFC બેંક અને આઈટી શેરોનો છે. આજના ટોપ ગેનર્સ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને HCL ટેક, ટેક મહિન્દ્રા રહ્યાં છે.

સામે પક્ષે આજે સૌથી વધુ વેચવાલી ફાર્મા શેરમાં જોવા મળી હતી.

Web Title: Sesex-Nifty Up on 4th Day; Sensex Jumps 400 pts, Nifty Above 11,000