શેરબજારનો આખલો થાક્યો, સેન્સેકસ-નિફટીમાં સામાન્ય ઘટાડો

share-market-news-india
|

August 07, 2020, 10:22 AM


Market Trades Flat After Big Rally; IT-Banks Under Pressure, FMCG Supports4.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : વૈશ્વિક બજાર અને અન્ય એસેત ક્લાસની સાથે ભારતીય શેરમાર્કેટમાં એકતરફી લેવાલીના જોરે રોકેટ ગતિએ બેંચમાર્ક ઈન્ડાયસિસ વધી રહ્યાં છે પરંતુ, ગઈકાલની RBIની મોનિટરી પોલિસી બાદ આજે બજારમાં થાક છે.

સેન્સેકસ અને નિફટીમાં એકતરફી ખરીદીને બાદ આજે 0.25%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે બેંકો બજારને ઉપર ખેંચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સૌથી મહત્વની વાત કે આજે બ્રોડર માર્કેટમાં શરૂઆતી ટ્રેડમાં શાનદાર તેજીનો માહોલ છે.

બીએસઈ સેન્સેકસ 80 અંક નીચે 37,945ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 15 અંક નીચે 111,185ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે. બેંક નિફટી ઈન્ડેકસ પણ 0.33%, 71 અંક નીચે 21.571ના લેવલે છે. જોકે નીચલા લેવલેથી બેંક નિફટીમાં 100 અંકોની રિકવરી છે. આજે BNFમાં 21.451નું તળિયું જોવા મળ્યું હતુ.

આજે આઈટી અને ખાનગી બેંકો સામાન્ય દબાણમાં છે તો સામે પક્ષે PSU શેર, ઓટો સેક્ટર અને FMCG સેક્ટર બજારને સપોર્ટ કરી રહ્યું છે.

બ્રોડરની તેજીથી નાના રોકાણકારો ખુશ છે. મોર્નિંગ સેશનમાં 1301 વધનારા શેરની સામે 612 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે એટલેકે એડવાન્સ-ડિકલાઈન રેશિયો 2:1 છે.

159 શેરમાં સવારે જ સર્કિટ લાગી છે અને 79 શેરમાં લોઅર સર્કિટ છે. 124 શેર 52 સપ્તાહની ટોચે છે તો 20 શેર 52 સપ્તાહના તળિયે છે.

શાનદાર લિસ્ટિંગ :

આજે લિસ્ટ થયેલ માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT રૂ. 275ના ઈશ્યુ ભાવની સામે 10%ના પ્રિમિયમે રૂ. 302 પર લિસ્ટ થયો છે.

રૂ. 4500 કરોડના આ આઈપીઓને શાનદાર રીસ્પોસ મળ્યો હતો. ભરણાંને અંતે IPO કુલ 13 ગણો છલકાયો હતો.

સંસ્થાગત ક્વોટા 10.65 ગણો ભરાયો હતો તો રીટેલ રોકાણકારોની કેટેગરી પણ 10.65 ગણી જ ભરાઈ હતી.

Web Title: Market Trades Flat After Big Rally; IT-Banks Under Pressure, FMCG Supports, Mindspace REIT Lists At 10% Premium