શેરબજારમાં કડાકો બોલી જતા રોકાણકારોને પડ્યો મોટો ફટકો, ચાર દિવસમાં 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

  • હોમ
  • સમાચાર
    &nbsp/ બિઝનેસ

  • શેરબજારમાં કડાકો બોલી જતા રોકાણકારોને પડ્યો મોટો ફટકો, ચાર દિવસમાં 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

બુધવારે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી 9 માર્ચ પછી પ્રથમ વખત 16,000ની નીચે સરકી ગયો છે.

By: gujarati.abplive.com | Published : 12 May 2022 08:04 AM (IST)|Updated : 12 May 2022 08:05 AM (IST)

More than 13 lakh crores were lost in the stock market in four days

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હીઃ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી શેરબજાર ડાઉનટ્રેન્ડમાં છે. જેના કારણે રોકાણકારો નાણા ગુમાવી રહ્યા છે. માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોના લગભગ 13.32 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બુધવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઘટ્યો હતો. શુક્રવારથી ઘટાડા સાથે આ સંબંધમાં અત્યાર સુધીમાં BSEનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,613.84 પોઈન્ટ્સ અથવા 2.89 ટકા ઘટ્યો છે.

બુધવારે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી 9 માર્ચ પછી પ્રથમ વખત 16,000ની નીચે સરકી ગયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 276.46 પોઈન્ટ (0.51%) ઘટીને 54,088.39 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 43.95 પોઈન્ટ (0.27%) ના ઘટાડા સાથે 16,196.10 પર બંધ રહ્યો હતો.

બુધવારે 5 લાખ કરોડનો ફટકો પડ્યો હતો

બુધવારે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે ચાર ટ્રેડિંગ સેશનમાં આ કંપનીઓની મૂડીમાં રૂ. 13,32,898.99 કરોડનો ઘટાડો થયો છે. 11 મેના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓની મૂડી રૂ. 2,46,31,990.38 કરોડ હતી. એફએમસીજી, આઈટી શેરો ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા હેવી શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે ભારતીય બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક બજારો કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા છે.

વિદેશી રોકાણકારો સતત વેચી રહ્યા છે શેર

વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી પણ બજાર પર અસર પડી છે. માહિતી અનુસાર, 2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 1,41,089 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં તેણે 38,521 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. રૂપિયો નબળો પડવાથી અને ડૉલરના મજબૂત થવાની પણ બજાર પર અસર જોવા મળી રહી છે.

આ સિવાય યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. જેના કારણે માલસામાનના પુરવઠાને અસર થઈ છે. આના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. આ સિવાય ચીનમાં કોરોનાના કારણે ફેક્ટરીઓ ઓછી ક્ષમતા પર કામ કરી રહી છે. તેનાથી સપ્લાય પર પણ દબાણ વધ્યું છે. ગયા અઠવાડિયે, રિઝર્વ બેંકે ફુગાવા પર લગામ લગાવવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ કારણોસર શેરબજારમાં વેચવાલી વધી છે.


Tags:
nifty
sensex
BSE
NSE
National Stock Exchange
Bombay Stock Exchange
huge loss
stock markets
stock markets fall
investors huge loss
nifty cracks below 16000આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.