શેરબજારમાં તારાજી, સેન્સેકસ 450 અંક તૂટ્યો, નાના શેરનું ભારે ધોવાણ  

share-market-news-india
|

August 14, 2020, 4:01 PM

| updated

August 14, 2020, 4:08 PM


WhatsApp Image 2020-08-14 at 3.54.01 PM (2).jpeg

vyaaparsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં  મજબૂત સંકેતોને પગલે સપ્તાહના અંતિમ સત્રમાં મજબૂત શરૂઆત થઈ હતી પરંતુ, વૈશ્વિક અનિશ્ચિત્તા, કોરોનાની દવા અને ભારત વિશ્વમાં કોરોનાકેસમાં બીજા ક્રમે પહોંચતા ઉપલા મથાળેથી બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

ભારતીય શેરમાર્કેટમાં  મજબૂત સંકેતોને પગલે સપ્તાહના અંતિમ સત્રમાં મજબૂત શરૂઆત થઈ હતી પરંતુ, વૈશ્વિક અનિશ્ચિત્તા, કોરોનાની દવા અને ભારત વિશ્વમાં કોરોનાકેસમાં બીજા ક્રમે પહોંચતા ઉપલા મથાળેથી બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

સેન્સેકસ-નિફટી એકાએક મધ્યસત્રમાં 1.50% તૂટ્યા છે. ઉપલા મથાળેથી સેન્સેકસમાં 850 અંકોનો કડાકો જોવા મળ્યો છે. સેન્સેકસ દિવસના અંતે 433 અંક ઘટીને  37,877ના લેવલે બંધ આવ્યો છે. નિફટી 50 ઈન્ડેકસ 11,111નું તળિયું બનાવીને અંતે 122 અંકોના ઘટાડે 11,178 પર બંધ આવ્યા છે,

સૌથી વધુ ધોલાઈ આજે બેંકિંગ અને FMCG શેરની થઈ છે. બેંક નિફટી ઈન્ડેકસ તો 850 અંક એટલેકે 4% સુધી તૂટ્યો હતો. જોકે દિવસના અંતે 516 અંક નીચે 21,680ના લેવલે નિફટી બેંક ઈન્ડેકસ બંધ આવ્યો છે.

એક્સિસ બેંક 2.81%, SBI 2.68% HDFC બેંક 2.30%, ITC 2.48%, M&M 2.6% ઘટ્યાં છે. સામે પક્ષે સન ફાર્મા 2% ઉંચકાયો હતો અને ઈન્ફોસિસમાં પા ટકાની તેજી હતી.

નાના શેરની આજે ભારે ધોલાઈ જોવા મળી હતી. બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 1.02% અને સ્મોલકેપ ઈન્ડેકસ 0.61% તૂટ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડાયસિસ પર નજર કરીએ તો ઓટો ઈન્ડેકસ 2.50% ઉંચકાયું હતુ તો બેંક્કેસ 2.18% તૂટ્યું હતુ. ચીનની માંગ વધતા મેટલ ઈન્ડેકસ 0.78% અપ રહ્યું છે. ફાર્મામાં પણ પોણા ટકાની તેજી રહી.

Web Title: Blood Bath in D-Street on Friday: Sense Tank 450 Pts, Midcap-Smallcap Crack