શ્રેષ્ઠ ઈન્ટરનેટ માટે એમેઝોન છોડશે 3200થી વધુ સેટેલાઈટ

technology-news-india
|

August 01, 2020, 2:28 PM

| updated

August 01, 2020, 2:33 PM


More than 3200 satellites will leave by Amazon for better internet.png

vyaapaarsamachar.com

ન્યૂયોર્ક: ઇ-કોમર્સ જાયન્ટ કંપની એમેઝોન તેના સેટેલાઇટ લોંચ કરવા તરફ નજીક પહોંચી ગઈ છે. કંપનીને સરકાર તરફથી 3,200 થી વધુ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં છોડવાની મંજૂરી મળી છે. આ ઉપગ્રહો પૃથ્વી પર ઇન્ટરનેટ સેવાઓ વધારવામાં મદદ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉપગ્રહો વિશ્વના વિવિધ ભાગોમાં ઇન્ટરનેટ સેવા આપી શકે છે.

આ એવા વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ પહોંચાડી શકે છે જ્યાં ઇન્ટરનેટની પહોંચ નથી. આ એમેઝોન માટે એક નવો બિઝનેસ પણ બની શકે છે કે એવા લોકો અને કંપનીઓને ઈન્ટરનેટ સેવાનું વેચાણ કરે. કંપનીના એક્ઝિક્યુટિવ ડેવ લિમ્પે લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે, તેમણે ઘણી બધી વાતો સાંભળી છે કે જે લોકો ઘરેથી ઇન્ટરનેટના અભાવે તેમના ઓફિસનું કામ કરી શકતા નથી અથવા શિક્ષણ યોગ્ય રીતે લઈ શકતા નથી.

એમેઝોન આ પહેલ પર 10 અબજ ડોલર ખર્ચ કરશે. કંપનીએ તેનું નામ ‘પ્રોજેક્ટ કુઇપર’ રાખ્યું છે. આ સાથે તે રેડમંડ વોશિંગ્ટનમાં એક સંશોધન કેન્દ્ર ખોલવા જઈ રહી છે, જ્યાં આ ઉપગ્રહોને વિકસિત કરવામાં આવશે.

Web Title: Amazon will leave more than 3200 satellites for better internet