સનફાર્માના અમેરિકી એકમે ન્યાય વિભાગ સાથે તમામ કેસોનો નિકાલ કર્યો
india-news
|
July 24, 2020, 11:57 AM
| updated
July 24, 2020, 11:59 AM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : સનફાર્માના અમેરિકીમાં આવેલ એકમ ટારો ફાર્માએ અમેરિકાના ન્યાય વિભાગ સાથે તેના તમામ કેસોનો નિકાલ કરી દીધો છે.
અમેરિકાના ન્યાય વિભાગે અમરિકી જેનરિક ફાર્મા ઉદ્યોગ સાથે સંબંધિત કેસોના મામલે ઘણા વર્ષો સુધી તપાસ કરી છે. અમેરિકાના ન્યાય વિભાગે જેનરિક દવાના ભાવને લઈને તપાસ શરૂ કરી હતી.
સનફાર્માએ શેર બજારને મોકલેલી સૂચનામાં જણાવ્યું છે કે, ટારો ફાર્માસ્યુટિકલ્સ યૂએસએની કંપની સાથે જોડાયેલ તમામ કેસોમાં સમાધાન કરી લેવાયું છે. ન્યાય વિભાગ સહિત કેટાલક અન્ય વિભાગોએ પણ અમેરિકાના જેનેરિક દવા ઉદ્યોગ સાથે જોડાયેલ આ કેસમાં ઘણો વર્ષો સુધી તપાસ કરી હતી.
ન્યાય વિભાગ સાથે ફરિયાદને ટાળવાના કરાર હેઠળ વિભાગ 2013થી 2015 દરમિયાના તપાસનો સૂચના અહેવાલ ફાઈલ કરશે. ટારો ફાર્માસ્યુટિકલ્સે જણાવ્યું કે, જો કંપની 20.57 કરોડ ડોલર (લગભગ 1,542 કરોડ રૂપિયા)ની ચૂકવણી સહિત કરારની અન્ય શરતો પૂર્ણ કરે છે તો ન્યાય વિભાગ ત્રણ વર્ષના સમયગાળા બાદ સૂચના અહેવાલને રદ કરી દેશે.
Web Title: Sun Pharma’s arm Taro resolves all cases with US DOJ