સન ફાર્માએ કેસના સમધાન માટે SEBIમાં અરજી કરી
share-market-news-india
|
July 27, 2020, 6:55 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ્સ, તેના મુખ્ય અધિકારીઓ અને ડિરેક્ટરોએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે સંમતિ અરજી કરી છે. સેબી આ કંપનીના મહત્વના ડિસ્ટ્રિબ્યુટર અને પેટાકંપની આદિત્ય મેડિકલ્સ તરફથી જાહેરાત નિયમોના કથિત ઉલ્લંઘનથી જોડાયેલ વિવાદનો નિકાલ કરી રહ્યો છે.
સન ફાર્માને શો-કોઝ નોટિસ
સેબીએ સન ફાર્મા અને તેના ડિરેક્ટર વિરુદ્ધ સેબી એક્ટની કલમ 15 (જે દંડ સાથે સંબંધિત એક કલમ છે) હેઠળ કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. લોકડાઉન દરમિયાન સેબીએ સન ફાર્માને શો-કોઝ નોટિસ પણ ફટકારી હતી. આ નોટિસમાં નિયમોનું ઉલ્લંઘનની વાત કરવામાં આવી છે અને એમ પણ પૂછવામાં આવ્યું છે કે, તેમના પર આર્થિક દંડ શા માટે ન લગાવવો જોઈએ.
સન ફાર્માના 10 ડિરેક્ટરોએ સંમતિ કરાર જમા કરાવ્યા
સંમતિ વ્યવસ્થા હેઠળ નિયમોનું કથિત રીતે ઉલ્લંઘન કરનારી કંપની સેબી સમક્ષ પેન્ટિંગ કેસમાં સમાધાન ગડબડ સ્વીકાર કરીને અથવા તેને ઈન્કાર દ્વારા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, સન ફાર્મા અને તેના ઓછામાં ઓછા 10 ડિરેક્ટરોએ સંમતિ કરાર જમા કરાવ્યા છે. આ અંગેની જાણકારી માટે સન ફાર્માને શુક્રવારે મોકલેલા ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નથી. સેબીના તપાસ વિભાગે ફેબ્રુઆરીમાં તપાસ પૂર્ણ કરી હતી અને આ કેસમાં સુનાવણીની કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, સન ફાર્માએ આદિત્ય મેડિકલ્સને સંબંધિત પક્ષકાર તરીકે વર્ગીકરણ કર્યું નથી જ્યારે તેના લાભાર્થીઓ સન ફાર્માના પ્રમોટરો હતા. આ અંગેનો ખુલાસો સૂચિબદ્ધ નિયમો હેઠળ થવો જોઈએ.
આદિત્ય મેડિકલ્સ પાસે સન ફાર્માનો 1.6% હિસ્સો
સુપર સ્ટોકિસ્ટ આદિત્ય મેડિકલ્સને નાણાકીય વર્ષ 2018માં સંબંધિત પક્ષકાર જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબી આ સંમતિ અરજીના કાર્યવાહીના પાસાની તપાસ કરી રહી છે અને તે મુજબ નિર્ણય લેશે. સંમતિ વ્યવસ્થા હેઠળ સેબીના અધિકારીના અરજી મળ્યા બાદ તે કેસના કેટલાક પાસાઓની તપાસ કરે છે અને તેની ટિપ્પણીઓ આપે છે. જોકે, સન ફાર્માએ બાદમાં ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુશન કંપની આદિત્ય મેડિકલ્સ સાથેના તેના સંબંધો જાહેર કર્યા. સન ફાર્મા તરફથી આદિત્ય મેડિકલ્સને પ્રમોટર શેરહોલ્ડર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર-2018 સુધીમાં આદિત્ય મેડિકલ્સ પાસે સન ફાર્માનો 1.6% હિસ્સો હતો. સન ફાર્માનો ઘરેલુ ફોર્મ્યુલેશનનો વ્યવસાય સંપૂર્ણ રીતે આ કંપની દ્વારા થાય છે.
સન ફાર્માએ બીજી વખત સમાધાનની વિનંતી કરી
આ બીજી તક છે જ્યારે સન ફાર્માએ સેબી સાથે સમાધાનની વિનંતી કરી છે. આ અગાઉ કંપની અને તેના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી અને અન્ય નવ લોકોએ ઇનસાઇડર ટ્રેડિંગનો મામલો થાળે પાડ્યો હતો અને વર્ષ 2017માં સમાધાન સમયે 18 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ડિસેમ્બર 2018માં સેબીએ વ્હિસલ બ્લોવરની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે, સન ફાર્મા કોર્પોરેટ ગવર્નન્સ અને ટેક્સ ઉપરાંત સિક્યુરિટીઝ બજારો સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારબાદ સપ્ટેમ્બર 2019માં વ્હિસલ બ્લોઅર ફરિયાદોની તપાસ માટે ઓડિટનો આદેશ આપવામાં આવ્યો હતો.
Web Title: Aditya Medical Disclosure violations : Sun Pharma, Execs Seek Sebi’s Consent Settlement