સરકારની આવકમાં પડેલ ગાબડું RBIની સહાયથી પણ નહીં પુરાય 

india-news
|

August 14, 2020, 2:38 PM

| updated

August 14, 2020, 2:39 PM


RBI's payout unlikely to plug the huge govt revenue hole created by Covid.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સરકારની આવક પર ભારે ફટકો પડ્યો છે. આ સંજોગોમાં   ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહમાં રિઝર્વ બેન્ક સમક્ષ  બીજું ડિવિડન્ડ ચૂકવવાની માંગ કરી શકે છે. જોકે આ વખતે આરબીઆઇ પણ વધુ ચુકવણી કરી શકે તેવી શક્યતા નથી તો બીજી તરફ આરબીઆઇ જેટલી પણ ચુકવણી કરશે તેનાથી સરકારી ખજાનાને થયેલ ખોટ ભરપાઈ શકશે નહીં.

આજે ગર્વનર શક્તિકાંતા દાસની આગેવાની હેઠળ રિઝર્વ બેન્કની બેઠક યોજાઈ રહી છે. સામાન્ય રીતે બેન્ક ઓગષ્ટ માસમાં સરકારને વાર્ષિક ડિવિડન્ડ ટ્રાન્સફર કરતી હોય છે. આ કારણે સરકારને અપેક્ષા છે કે બેન્ક આજે ડિવિડન્ડ ચુકવણી જાહેર કરશે.

ગતવર્ષે આરબીઆઇના બોર્ડે રેકોર્ડ બ્રેક 1.76 લાખ કરોડની સરકારને ચુકવણી કરી હતી. જેમાં રૂ.1.23 લાખ કરોડ ડિવિડન્ડ અને 526.4 અબજ સરપ્લસ કેપિટલ હતી. આ વખતે સરકારે રૂ.600 અબજ ટ્રાન્સફર કરવાનું બજેટ આપ્યું છે પરંતુ લોકલ મીડિયાના અંદાજ અનુસાર ઓથોરિટી આનાથી પણ વધુની અપેક્ષા રાખી રહયા છે. બીજી તરફ એનાલિસ્ટો અને અર્થશાસ્ત્રીઓ રૂ.400 અબજથી 1 લાખ કરોડનું અનુમાન લગાવી રહ્યા છે.

ભારતની અર્થવ્યસ્થા ચાર દાયકામાં પ્રથમ વખત નબળી પડી રહી છે. ખર્ચની સરખામણીએ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સંજોગોમાં આરબીઆઇ તરફથી મળતાં  નાણાંથી સરકારને મદદ મળી શકે છે. જોકે મદદ છતાં સરકારને ધર્યો લાભ થવાની સંભાવના નથી એમ નિષ્ણાંતો જણાવી રહયા છે. 

Web Title: RBI’s payout unlikely to plug the huge govt revenue hole created by Covid