સરકારે ખતમ કરી LPG ગેસ સિલિન્ડર પર સબસિડી, આ છે કારણ

india-news
|

September 02, 2020, 10:00 AM

| updated

September 02, 2020, 10:56 AM


Government of India will no longer subsidize LPG gas cylinders.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: રાંધણગેસ ખરીદનાર દેશની જનતાને હવે જુલાઈ-સપ્ટેમ્બર માટે એલપીજી સિલિન્ડર પર સબસિડી નહિં મળે. ગત મે અને જૂન મહિનામાં પણ ગેસ સિલિન્ડર ખરીદનાર ગ્રાહકોના ખાતામાં સરકારે કોઈ સબસિડી જમા નહોતી કરાવી. આનાથી લાખો ગ્રાહકો પરેશાન હતા. ગ્રાહકોની આ ચિંતાને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દૂર પણ કરી હતી.

મંત્રાલયે કહ્યું હતું કે, મે 2020થી એપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાને કારણે તેના ભાવમાં સબસિડીનો કોઈ હિસ્સો નથી. એટલા માટે મે 2020 અને જૂન 2020માં સપ્લાય કરવામાં આવેલ એલપીજી સિલિન્ડર માટે કોઈ પણ ગ્રાહકના બેન્ક ખાતામાં સબસિડી ટ્રાન્સફર કરવામાં નહોતી આવી.

હવે જોવામાં આવી રહ્યું છે કે, નોન સબસિડીવાળા 14.2 કીગ્રાવાળા એલપીજી સિલિન્ડરની રિટેલ હજી પણ મે અને જૂન મહિનાના સ્તરે સ્થિર છે. જેનો ભાવ 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. એવામાં આ ભાવમાં સબસિડીનો હિસ્સો નથી, એટલા માટે કહી શકાય કે આ દરમિયાન ખરીદવામાં આવનાર એલપીજી સિલિન્ડર પર સબસિડીની ચૂકવણી સરકાર દ્વારા નહિં કરવામાં આવે.

કહેવામાં આવી રહ્યું છે કે, વૈશ્વિક ઓઈલ ભાવ સતત વધતા રહેતા હવે સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધતા સબસિડી સંપૂર્ણપણે દૂર કરી છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે સબસિડી અને નોન સબસિડીવાળા સિલિન્ડરના ભાવ વચ્ચેનો ગેપ પણ આ વર્ષમાં વધી રહ્યો છે. છેલ્લા 4 માસથી સરકારે સબસિડી નથી આપી. સરકાર એલપીજી ગેસ પર સબસિડી નહિં આપીને વર્ષ 2021માં સીધી 20,000 કરોડની બચત કરશે. સરકાર દ્વારા કોવિડ -19 રાહત યોજનાઓ માટે ખર્ચ વધારવાના દબાણને જોતા આ બહુ મોટું હશે.

Web Title: Govt will no longer pay out direct benefit transfer for cooking gas — subsidy eliminated as oil prices fall