સરકાર આજે 8.5 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ જારી કરશે 17000 કરોડનો 6ઠ્ઠો હપ્તો

krishi-news-gujarat
|

August 09, 2020, 10:00 AM


PM Kisan Today RS 17.5 cr will come to the account of 8.5 cr people.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક લાખ કરોડ રૂપિયાના એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુવિધાની શરૂઆત કરશે. આ અવસર પર પીએમ, કિસાન સનમાન યોજનાના છઠ્ઠા હસ્તાના 2000 રૂપિયા પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. દેશના કુલ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સનમાન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) હેઠળ દેશના 8 કરોડ 69 લાખ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ત્રણ હપ્તાના 6000-6000 રૂપિયા અત્યાર સુધી મોકલી દેવામાં આવ્યા છે.

75,000 કરોડ રૂપિયાથી વધુ પ્રત્યક્ષ નકદ લાભ

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સ્કીમમાં રકમ ટ્રાન્સફર કરવાને લઈને શુક્રવારે મોડી રાત સુધી મેરાથન હેઠક થઈ. આ બેઠકમાં પીએમ કિસાન સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલ પણ સામેલ હતા. 1 ડિસેમ્બર 2018એ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સનમાન નિધિ યોજના હેઠળ 9.9 કરોડથી પણ વધુ ખેડૂતોને 75,000 કરોડ રૂપિયાથી વધુ પ્રત્યક્ષ નકદ લાભ આપવામાં આવ્યો છે. તેમાં ખેડૂતોને પોતાની કૃષિ જરૂરિયાતોને પુરી કરવા માટે અને પોતાના પરિવારેને જરૂરી સહારો આપવામાં સક્ષમ બનાવવામાં આવ્યા છે.

પીએમ કિસાન યોજનાનો શુભારંભ અને અમલીકરણ ઝડપથી થયું છે જેના હેઠળ રકમને સીધી ‘આધાર’ પ્રમાણિત લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી રકમના રિસાવ (લીકેજ)ને રોકી શકાય અને ખેડૂતો માટે સુવિધા વધારી શકાય. આ યોજના કોવિડ-19 મહામારી હેઠળ ખેડૂતોને જરૂરી સહારો આપવામાં પણ સહાયક રહી છે. હકીકતે, લોકડાઉન સમયગાળા વખતે ખેડૂતોની મદદ માટે લગભગ 22,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા.

એક લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી

એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ-કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં એક લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agriculture Infrastructure Fund)ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના ઈન્ટરેસ્ટ ગ્રાન્ટ અને નાણાકીય સહાયતા દ્વારા પાક લણ્યા બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને સમુદાય કૃષિ સંપત્તિ માટે યોજનાઓમાં રોકાણ કરવા માટે મધ્યમ અને લાંબા ગાળાની લોનની સુવિધા આપશે.

એક લાખ કરોડ રૂપિયાના ફંડથી પ્રાથમિક કૃષિ લોન સમિતિઓ (PAC), ખેડૂત સમૂહો, કિસાન ઉત્પાદક સંગઠનો (FPO), કૃષિ ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ અને કૃષિ તકનીક ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય મળશે.

Web Title: PM Modi to release sixth installment of 17,000 crore today under PM Kisan scheme to 8.5 crore farmers