સરકાર 5G સ્પેક્ટ્રમની હરાજી નહીં કરે 

india-news
|

July 23, 2020, 11:13 AM

| updated

July 23, 2020, 11:15 AM


Spectrum auction DoT circulates Cabinet note for comments, keeps 5G out.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગે સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરતા પહેલા પ્રતિક્રિયાઓ  આમંત્રિત કરવા પ્રસ્તાવ જારી કર્યો છે. વિભાગે આ હરાજીના પ્રસ્તાવમાંથી 5G સ્પેક્ટ્રમને બાકાત રાખ્યું છે. વિભાગનું માનવું છે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ની ચુકવણીના સંકટમાંથી પસાર થતો ટેલિકોમ ઉદ્યોગ હાલમાં આ હાઇ ટેક સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવામાં રસ દાખવવામાં અસમર્થ છે.  

આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સ્પેક્ટ્રમની હરાજીના પ્રસ્તાવમાં 5G સ્પેક્ટ્રમને સામેલ કર્યું નથી. ટેલિકોમ કંપનીઓ હાલમાં કેશની તંગીમાંથી પસાર થઈ રહી છે જેથી તેઓ 5G સ્પેક્ટ્રમ માટે વધારે રસ નહીં બતાવે. આને ધ્યાનમાં રાખીને અમે કેબિનેટની નોંધમાં 5G સ્પેક્ટ્રમ સામેલ કર્યા નથી.  ડિપાર્ટમેન્ટની દરખાસ્તમાં વ્યાપકપણે તે સ્પેક્ટ્રમ સામેલ છે જેના લાઇસન્સ આગામી કેલેન્ડર વર્ષમાં સમાપ્ત થાય છે.

આ વખતે 700 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની પણ હરાજી કરવામાં આવશે. આ સ્પેક્ટ્રમ માટેની બિડ્સ 2016 ની હરાજીમાં પ્રાપ્ત થઈ ન હતી. ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ટ્રાઇ) એ 700 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે બેઝ પ્રાઈઝ 6,568 કરોડ રૂપિયા મેગાહર્ટઝ નક્કી કરી છે. જે 2016 માં રાખવામાં આવેલા 11,485 કરોડ રૂપિયાના મૂલ્ય કરતા 43 ટકા ઓછું છે.આ સ્પેક્ટ્રમ 4G એલટીઇ નેટવર્ક માટે સક્ષમ માનવામાં આવે છે.

Web Title: Spectrum auction: DoT circulates Cabinet note for comments, keeps 5G out