સાઉદી અરામકોને પછાડીને એપલ બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની 

india-news
|

August 01, 2020, 2:41 PM


Apple beats Saudi Aramco, becomes most valuable publicly listed firm globally.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : સાઉદી અરબની અરામકો હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની નથી રહી. શુક્રવારે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એપલ ઇંકના શેર્સમાં 10 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો. તેનાથી આઇફોન નિર્માતાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે હવે એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની ગઈ છે.

એપલે માર્કેટ કેપની દ્રષ્ટિએ સાઉદી અરામકોને પાછળ છોડી દીધી છે. જૂન ક્વાર્ટરના ઉત્તમ પરિણામોને કારણે કંપનીના શેરમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. એપલની રેવન્યુ ગયા વર્ષના આ ત્રિમાસિક ગાળા કરતાં 11 ટકા વધીને 59.7 અબજ ડોલર થઈ હતી, જ્યારે તેનો નફો 8 ટકા વધીને 11.2 અબજ ડૉલરે પહોંચ્યો હતો. એપલની રેવન્યુમાં 26.4 અબજ ડૉલર એકલા આઈફોનના વેચાણથી મળ્યા છે.

શુક્રવારે ટ્રેડિંગના અંતે એપલનો શેરનો ભાવ 425.04 પર પહોંચી ગયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 1.82 ટ્રિલિયન ડોલર થયું છે.    ગયા વર્ષે પબ્લિક લિસ્ટિંગ બાદ સાઉદી અરામકો સૌથી કિંમતી લિસ્ટેડ કંપનીની યાદીમાં સતત પ્રથમ ક્રમે હતી. રિફિનિટિવના ડેટા અનુસાર કંપનીની માર્કેટ મૂડી 1.760 ટ્રિલિયન ડોલર છે. 

Web Title: Apple beats Saudi Aramco, becomes most valuable publicly listed firm globally