સાઉદી ક્રાઉન પ્રિન્સ પર હત્યારાઓ મોકલવાનો આરોપ

world-news
|

August 07, 2020, 5:33 PM

| updated

August 07, 2020, 5:47 PM


US - Saudi Crown Prince Accused Of Sending Hit Squad To Canada (1).jpg

www.vyaapaarsamachar.com

સાઉદી અરેબિયાની ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ અધિકારી સાદ અલજબરીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિરુદ્ધ અમેરિકામાં કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પ્રિન્સ સલમાને વર્ષ 2018માં તેની હત્યા કરવાવવા માટે મર્ડર સ્ક્વોડ (ભાડુતી હત્યારાઓ)ને કેનેડા મોકલ્યા હતા. આ ઘટના તે સમયની છે જ્યારે તેના થોડા સપ્તાહો પહેલા સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની થોડા અઠવાડિયા પહેલા તુર્કીમાં હત્યા થઈ હતી. 2 ઓક્ટોબર 2018ના રોજ ખાશોગીની હત્યા કરવામાં આવી હતી, જેની પાછળ સાઉદી અરેબિયાનો હાથ માનવામાં આવે છે.

પ્રિન્સ પર હત્યારાઓની જૂથ મોકલવાનો આરોપ

  • ગયા વર્ષે પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું નામ બહાર આવ્યું હતું. તેઓ ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા છે.
  • આ વખતે સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ઉચ્ચ ગુપ્તચર અધિકારી ડો સાદ અલજાબારીનો આરોપ છે કે સલમાને તેની હત્યા કરવા માટે હત્યારાઓનું એક જૂથ કેનેડા મોકલ્યું હતું.
  • ખાશોગીની હત્યાના થોડા દિવસ પછી હત્યારો કેનેડા પહોંચ્યો હતો પણ યોજના નિષ્ફળ ગઈ, ડોક્ટર સાદ બચી ગયા.
  • તુર્કીમાં ખાશોગીની હત્યા પાછળ પ્રિન્સ સલમાન દ્વારા મોકલવામાં આવેલા હત્યારાઓનું આ જૂથ હતું. ડોક્ટરે અમેરિકન કોર્ટમાં દસ્તાવેજો ફાઇલ કર્યા.
  • જબરી લગભગ ત્રણ વર્ષ પહેલાં દેશનિકાલમાં સાઉદી અરેબિયાથી કેનેડા ભાગી ગયો હતો. તે પછી તેઓ ટોરન્ટોમાં વ્યક્તિગત સુરક્ષા સાથે રહે છે.

અમેરિકામાં પ્રિન્સ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

  • વોશિંગ્ટન ડી.સી. માં નોંધાયેલ 106 પાનાની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સાઉદી પ્રિંસે ડો.જબારીને ચૂપ કરવા માટે તેની હત્યા કરવાની યોજના ઘડી હતી.
  • ડો.જબારી પાસે ઘણી મહત્વપૂર્ણ માહિતી છે. દસ્તાવેજોમાં કથિત ભ્રષ્ટાચાર અને સાઉદી પ્રિન્સના ભાડે સૈનિકોના ‘ટાઇગર સ્ક્વોડ’ સંબંધિત માહિતી છે.
  • ટાઇગર સ્ક્વોડના સભ્યોએ વર્ષ 2018 માં તુર્કીમાં સાઉદી દૂતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીની નિર્દયતાથી હત્યા કરી હતી.
  • ડો.જબારી સાઉદી અરેબિયાથી તુર્કી ગયા અને તે પછી તેઓ કેનેડામાં રહેવા લાગ્યા. તેમણે આરોપ લગાવ્યો કે રાજકુમારે ઘણી વાર તેમને દેશ પરત આવવાની વિનંતી કરી હતી.
  • ઘણી વખત તેણે મોબાઈલમાં મેસેજ પણ આપ્યા હતા. એક સંદેશમાં રાજકુમારે કહ્યું કે અમે ચોક્કસ તમારા સુધી પહોંચીશું.

Web Title: US : Saudi Crown Prince Accused Of Sending Hit Squad To Canada