સારું પરફોર્મન્સ કરવા પર મર્સિડીઝ કાર મળશે ગિફ્ટમાં ! આ ભારતીય કંપનીના કર્મચારીઓન બખ્ખા

સારી પ્રતિભાઓને પોતાની સાથે જાળવી રાખવા માટે આઈટી કંપનીઓમાં જોરદાર મારામારી છે. આ જ કારણ છે કે કંપનીઓ તેને આકર્ષ,વા માટે અનેક ઇન્સેન્ટિવ આપવાનો પ્રયત્ન કરી રહી છે. આવી જ એક કંપની પોતાના સારું પરફોર્ન્સ કરનાર કર્મચારીઓને મર્સિડીઝ કાર આપવાની તૈયારી કરી રહી છે.

એચસીએલ ટેક્નોલોજી (hcl technologies) પોતના ટોપ પરફોર્મર્સને Mercedes Benz કાર આપવાની તૈયારી કરી રહી છે. ટાઇમ્સ ફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, એચસીએલના એચઆર પ્રમુખ અપ્પારાવ વીવીએ કહ્યું કે, ટોપ પરફોર્મન્સને મર્સિડીઝ (Mercedes Benz) કાર આપવાનો આ પ્રસ્તાવ તૈયાર છે અને તેને બોર્ડ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

કંપની આ પહેલા પણ એક વખત આવું કરી ચૂકી છે. કંપનીએ વર્ષ 2013માં પોતાના સારું પ્રદર્શન કરનાર કર્મચારીઓને 50 મર્સિડીઝ કાર (Mercedes Benz)  ગિફ્ટ કરી હતી. જોકે ત્યાર બાદ ફરથી આવું થયું ન હતું.

અપ્પારાવે કહ્યું કે, “નવી ભરતીનો ખર્ચ 15થી 20 ટકા વધી  જાય છે. માટે અમે અમારા વર્કફોર્સની કુશળતાને વધારવામાં સક્રિયતાથી લાગ્યા છે. જો તમે કોઈ ડેવલપરની ભરતી કરો છો તો તે એ જ ખર્ચમાં મળી શકે છે. પરંતુ જો તમારે એક ક્લાઉડ પ્રોફેશનલ જોઈએ છે તો તેના માટે વઘારે રકમ ખર્ચ કરવી પડશે.’

નોંધનીય છે કે, એચસીએલ ટેક્નોલોજી આ નાણાંકીય વર્ષમાં 22,000 ફ્રેશર્સની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. વિતેલા વર્ષે કંપનીએ 15,600 ફ્રેશર્સને નોકરી આપી હતી.

અપ્પારાવે કહ્યું કે, ‘એચસીએલ કર્મચારીઓને જાળવી રાખવા માટે સારું પેકેજ આપે છે. ત્રણ વર્ષની કેશ ઇન્સેન્ટિવ યોજના છે જે દર વર્ષે સીટીસીના 50થી 100 ટકા જેટલી હોય છે.’ એચસીએલ આઈટી સર્વિસીસમાં એટ્રિશન એટલે કે નોકરી છોડવાનો રેટ જૂન ક્વાર્ટરમાં વધીને 11.8 ટકા થઈ ગયો છે.

1 ઓગસ્ટથી ATMમાંથી રૂપિયા ઉપાડવા પર ચૂકવવો પડશે વધારે ચાર્જ. જાણો ચાર્જમાં કેટલો વધારો થશે