સાવધાન! ચીનથી આવી રહ્યા છે ખતરનાક સીડ પાર્સલ, કેન્દ્રે રાજ્યો અને ઈન્ડસ્ટ્રીને કર્યા સતર્ક

Dangerous seed parcels coming from China, alert states & industries.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: કેન્દ્રએ રાજ્યો, ઈન્ડસ્ટ્રી અને તેની સાથેની સંસ્થાનોને સંદિગ્ધ સીડ પાર્સલ વિશે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં આવી રીતે બીજ આવી શકે છે જે આપવા જૈવ વિવિધતા માટે ખતરો થઈ શકે છે. કૃષિ મંત્રાલે આ અંગે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિના દરમયાન દુનિયાના કેટલાક દેશોમાં આવી રીતે સંદિગ્ધ બીજોના હજારો પાર્સલો મોકલવામાં આવી રહ્યાં છે, અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ, જાપાન અને કેટલાક યુરોપીય દેશોમાં આ રીતની ઘટનાઓ સામે આવી છે. આ પાર્સલ અજ્ઞાત સ્ત્રોતોમાંથી મોકલવામાં આવી રહ્યાં છે. તેમાં ભ્રામક લેબલ લગાવવામાં આવી રહ્યાં છે.

સંદિગ્ધ પાર્સલોથી સાવધાન રહેલા સલાહ

મંત્રાલયે કહ્યું કે, અમેરિકાના કૃષિ વિભાગે તેને બ્રુશીંગસ્કેમ અને એગ્રીકલ્ચલ સ્મગલીંગ ગણાવી છે. તેનું કહેવું છે કે, સંદિગ્ધ પાર્સલમાં એવા બીજ કે જે પૈથોજન હોઈ શકે છે. જે પર્યાવરણ, ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભુ કરી શકે છે.આ રીતે સીડ પાર્સલ દેશની જૈવ વિવિધતા માટે જોખમ છે. માટે તમામ રાજ્યોના કૃષિ વિભાગો અને રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયો, સીડ એસોસીએશન, સ્ટેટ સીડ સર્ટીફિકેશન એજન્સી,સીડ કોર્પોરેશનો અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને તેની સંસ્થાનોને આ સંદિગ્ધ પાર્સલોથી સાવધાન રહેવા માટે સલાહ આપી છે.

વધારે સતર્કતા રાખવાની જરૂર

કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, આપણે પહેલા જ ચીનથી શરૂ થયેલા કોવિડ-19 મહામારીથી લડી રહ્યાં છે. હવે જો આ બીજોના માદ્યમથી કોઈ મહામારી આવે છે તો પછી તેને સંભાળવી મુશ્કેલ બની જશે. આપણે વધારે સતર્કતા રાખવાની જરૂર છે. કૃષિ મંત્રાલયના આદેશ ઉપર ટિપ્પણી કરતા ફેડરેસન ઓફ સીડ ઈન્ડસ્ટ્રી ઈન ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રામ કૌદિન્યએ કહ્યું છે કે, આ માત્ર એલર્ટ છે કારણ કે બીજોના માધ્યમથી પ્લાન્ટ ડીસીઝેઝને ફેલાવી શકાય છે. તેને સીડ ટેરોરિઝમ કહેવું ઠીક નથી. કારણ કે બીજના માધ્યમથી બિમારી ફેલાવવાની સીમાઓ છે. પરંતુ જોખમ તો છે. તેણે કહ્યું કે, આવા પાર્સલ્સના માધ્યમથી આવનારા બીજ જોખમરૂપ હોય છે. જે ભારતના મૂળ વૃક્ષો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Web Title: China is sending such parcels to India, the central government told all states to be vigilant