સિઝેરિયન એટલે ડોક્ટરોનો ધિકતો ધંધો, વર્ષે રૂ.500 કરોડથી વધુનો બિઝનેસ  

india-news
|

July 31, 2020, 9:25 PM


Excessive Caesarean Sections Annual Cost Rs 5,000 Crore.jpg

www.vyaapaarsamachar.com

  • ખાનગી હોસ્પિટલો નોર્મલના બદલે સિઝેરિયન ડિલીવરી પર વધુ ધ્યાન આપે છે
  • 2010માં સ્વીકાર્ય રેશીયો મુજબ 28.5 લાખ મહિલાઓનું સિઝેરિયન કરાયું
  • આ કારણે ભારતીય પરિવારોએ 5000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ભોગવવો પડ્યો
  • આ વાત ત્રણ સત્તાવાર અહેવાલોના વિશ્લેષણમાં બહાર આવી છે

નવી દિલ્હી : ખાનગી હોસ્પિટલોના લોભને કારણે દેશમાં દર વર્ષે લાખો મહિલાઓનું જબરદસ્તી પૂર્વક સિઝેરિયન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતીય પરિવારોને 5,000 કરોડનો વધારાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરના ત્રણ સત્તાવાર અહેવાલોમાં અપાયેલા ડેટાના વિશ્લેષણમાં આ વાત બહાર આવી છે. આ વિશ્લેષણ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, નાગરિક નોંધણી સિસ્ટમ અને રાષ્ટ્રીય આંકડાકીય ઓફિસ (NSO)ના અહેવાલો પર આધારિત છે.

આ અહેવાલમાં જાણવા મળ્યું કે, દેશની ખાનગી હોસ્પિટલોએ વર્ષ 2018માં નોર્મલ અને સિઝેરિયન જન્મોના સ્વીકાર્ય રેશિયોની દ્રષ્ટિએ 28.5 લાખથી વધુ સિઝેરિયન કર્યું હતા. આ પ્રક્રિયા પાછળ સરેરાશ 18000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ રીતે 28.5 લાખ વધારાના સિઝેરિયનથી ભારતીય પરિવારોને રૂ.5130 કરોડનું વધારાનું નુકસાન થયું છે.

આંકડાઓ શું કહે છે

સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS)ના અહેવાલ મુજબ 2018માં દેશમાં લગભગ 2.6 કરોડ બાળકોનો જન્મ થયો. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની વર્ષ 2018ની રિપોર્ટ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં જન્મ દર 21.6 અને શહેરી વિસ્તારોમાં 16.7 હતો. દેશની કુલ 1.3 અબજ વસ્તીમાંથી લગભગ 66 ટકા એટલે કે 86 કરોડ ગ્રામીણ વિસ્તારોમાં અને 34 ટકા એટલે કે 44.3 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. જો આ આંકડાઓને જન્મ દરમાં લાગુ કરવામાં આવે તો 2018માં ગ્રામીણ વિસ્તારોમાં 1.86 કરોડ અને શહેરી વિસ્તારોમાં 74 લાખ બાળકોનો જન્મ થયો.

ખાનગી હોસ્પિટલોમાં 55 ટકા કેસોમાં સિઝેરિયન

સારવારના ખર્ચ અંગે NSOના અહેવાલમાં જણાવાયું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં 21.3% અને શહેરી વિસ્તારોમાં 47.8% બાળકો ખાનગી હોસ્પિટલોમાં જન્મેલા છે. તેનો અર્થ એ કે, 39.6 લાખ બાળકો ગ્રામીણ વિસ્તારોમાં અને 35.4 લાખ બાળકો શહેરી વિસ્તારોમાં જન્મેલા છે. 2018માં ખાનગી હોસ્પિટલોમાં કુલ 75 લાખ બાળકોનો જન્મ થયો હતો. ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયન સેક્શન રેટ 55 ટકા હતો, જ્યારે સરકારી હોસ્પિટલોમાં ફક્ત 17 ટકા હતો. જો આપણે આ 17 ટકાને માપ તરીકે ગણીએ તો ખાનગી હોસ્પિટલોમાં સ્વીકાર્ય રેશિયો કરતા 28.5 લાખ વધુ સિઝેરિયન ડિલીવરી કરાઈ છે.

NSOના અહેવાલમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સામાન્ય અને સિઝેરિયન ડિલિવરી પરના સરેરાશ ખર્ચનો પણ ઉલ્લેખ છે. આ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં સિઝેરિયન કરાવવા પર કુલ રૂ.16475 અને શહેરી વિસ્તારોમાં 19,548 રૂપિયા વધારાનો ખર્ચ થયો છે. આ રીતે દરેક સિઝેરિયન પર 18000 રૂપિયાનો વધારાનો ખર્ચ કરવામાં આવે છે. જો તેમાં 28.5 લાખ વધારાના સિઝેરિયન ડિલિવરીનો ગુણાકાર કરવામાં આવે છે, તો આ રકમ 5130 કરોડ રૂપિયા કહી શકાય.

Web Title: Excessive Caesarean Deliveries In Private Hospitals Could Be Costing Indian Families Over Rs 5,000 Crore Extra Every Year