સુબ્રમણ્યમ સ્વામીના વકીલે સુશાંત કેસમાં મુંબઈ કમિશ્નરને પત્ર લખ્યો, આ માંગણી કરી…

india-news
|

July 18, 2020, 6:42 PM

| updated

July 18, 2020, 7:45 PM


Subramaniam Swamy's lawyer writes letter to Mumbai commissioner in Sushant case.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કેસમાં કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. જોકે, અમુક સેલેબ્સ, રાજકારણીએ CBI તપાસની માગ કરી છે. હાલમાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખીને CBI તપાસની માગ કરી હતી. હવે તેમના વકીલ ઇશકરણ સિંહે મુંબઈના કમિશ્નરને લેટર લખીને સુશાંતનું ઘર સરખી રીતે સીલ કરવાની માગ કરી છે.

વકીલ ઇશકરણ સિંહ ભંડારીએ હાલમાં જ મુંબઈના કમિશ્નર પરમબિર સિંહને લેટર લખ્યો. તેમાં લખ્યું કે, હું તમને જણાવવા ઈચ્છું છું કે ક્રાઇમ સીનને સુરક્ષિત અને સીલ કરવામાં આવે કારણ કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લેટને સારી રીતે સીલ કરવામાં આવ્યો નથી. મુંબઈ પોલીસ દ્વારા હજુ સુધી ઘર સીલ કરવાનું કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. યોગ્ય રીતે ફ્લેટ સીલ થાય જેથી ઘર સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય. સાથે જ તેમણે સુશાંતની બધી વસ્તુઓને સંભાળીને રાખવાની અપીલ કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખ્યો હતો

તેમાં તેમણે મોદીને સંબોધીને લખ્યું હતું, મને ખાતરી છે કે તમે ફિલ્મ એક્ટર સુશાંત સિંહના મૃત્યુથી માહિતગાર હશો. મારા વકીલ ઇશકરણ ભંડારીએ આ આત્મહત્યાના કેસમાં રિસર્ચ કર્યું છે. FIR ફાઈલ કરાવ્યા બાદ પોલીસ હજુ તપાસ કરી રહી છે.

લેટરમાં સ્વામીએ દાવો કર્યો કે, મને મારા મુંબઈના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા માથા જેનું કનેક્શન દુબઈમાં ડોન સાથે છે તેઓ આ કેસને કવર અપ કરીને એ ચોક્કસ કરવા માગે છે કે રાજપૂતનું મૃત્યુ વોલન્ટરી સુસાઇડ હોય એવું અંતે સાબિત થાય. હું ભારત સરકારના વડાને અરજી કરું છું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડિરેક્ટલી CBI તપાસ માટે સલાહ આપે અથવા ગવર્નરને CBI તપાસ માટે રાજી કરે. હાલ મુંબઈ પોલીસ પહેલેથી જ કોરોના મહામારીની વ્યવસ્થામાં વ્યસ્ત છે માટે આ કેસ CBIને સોંપવામાં આવશે તો તેમનો ભાર હળવો થશે અને આ જ એકમાત્ર રસ્તો છે લોકોને ભરોસોમાં લેવાનો.

વકીલ ઇશકરણ સિંહે ટ્વિટર પર લોકોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે લખ્યું કે, ઘણા લોકોએ સુશાંતના કેસમાં ન્યાયની આશા છોડી દીધી છે. ત્યારે મેં નિર્ણય લીધો કે લીગલી આના પર કામ કરીશ અને સુનિશ્ચિત કરીશ કે CBI તપાસ થાય.

Web Title: Swamy lawyer writes letter to Mumbai commissioner in Sushant case