સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર, સ્ફોટક માહિતી બહાર આવી
india-news
|
August 08, 2020, 8:06 PM
| updated
August 08, 2020, 8:13 PM

મુંબઇઃ આત્મહત્યા કરનાર બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરાઇ છે. રિપોર્ટમાં એવી ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. રિપોર્ટમાં વાતને પૃષ્ટિ અપાઇ છે કે તેની મોત બિલ્ડિંગમાંથી નીચે પડવાના કારણે થઇ છે. આ સાથે જ પીએમ રિપોર્ટમાં એવો ચોંકાવનાર ખુલાસો થયો છે કે જ્યારે તેમનો મૃતદેહ મળ્યો હતો ત્યારે તેમના શરીર ઉપર એક પણ કપડું ન હતું.
દિશાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે 11 જૂને મુંબઇના બોરીવલીના એક કેન્દ્રમાં હેલ્થ ઓફિસર ડોક્ટર જાધવ દ્વારા સહી કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં એવી વાત સામે આવી છે કે જ્યારે તેમનો મૃતહેદ પોલીસને મળ્યો હતો ત્યારે તે કપડાં વગરનો હતો. નોંધનિય છે કે, આ હકિકત આવા સમયે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે જ્યારે તેમની મોતને લઇને ઘણી અટકળો ચાલી રહી છે કે આત્મહત્યા કરી તે દિવસે દિશા કોઇ પાર્ટીમાં ગઇ હતી જ્યાં ઘણા મોટા સેલિબ્રિટી અને રાજકીય નેતાઓ આવ્યા હતા અને તેની સાથે દુર્વ્યહાર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન દિશાનો છેલ્લો વિડિયો પણ સામે આવ્યો છે જે 8 જૂનની પાર્ટીનો છે જે દિવસે તેની મોત થઇ હતી. આ વિડિયોમાં તેમના મંગેતર રોહન રાયની સાથે તેમના મિત્રો પણ દેખાઇ રહ્યા છે. આ વિડિયો કથિત રીતે રોહનના ફ્લેટનો છે. એવું કહેવામાં આવી રહ્યુછે કે પાર્ટી દરમિયાન દિશાએ દારુ પીધો હતો અને તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી. પછી થોડાક સમય બાદ તેણે બિલ્ડિંગ પરથી નીચે મોતની છલાંગ લગાવી હતી.
દિશાની મોતને સુશાંત સિંહની મોત સાથે જોડવામાં આવી રહ્યુ છે. સુશાંતના મિત્ર સ્મિતા પારેખે ઉચ્ચાર્યુ હતુ કે દિશાના મોતની સમાચાર સાંભળીને સુશાંત બહુ જ પરેશાન થઇ ગયો હતો અને રોઇ રોઇને પોતાની બહેનને કહેવા લાગ્યો કે તે લોકો મને પણ છોડશે નહીં. આ ઉપરાંત ‘જસ્ટિસ SSR’ નામે અભિયાન ચલાવનાર એક કાર્યકર્તા પ્રશાંત કુમારે પણ આવો જ દાવો કર્યો છે.
Web Title: Sushant’s Ex- manager Disha Salian’s Postmortem report revealed, explosive information came out