સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસમાં CM નીતીશ કુમારે CBI તપાસની કરી ભલામણ
india-news
|
August 04, 2020, 3:21 PM

www.vyaapaarsamachar.com
સુશાંતસિંહ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે તેના પુત્ર અને સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસને લઈને સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. જેના પછી મુખ્યમંત્રી નીતીશ કુમારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને સીબીઆઈ તપાસ કરાવવા માટે આવશ્યક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.સીએમ નીતીશ કુમારનો ડીજીપીને આદેશ
મળતી માહિતી મુજબ સીએમ નીતિશ કુમારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને આદેશ કર્યો છે કે તે સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસને લગતી કાર્યવાહી જલદીથી શરૂ કરે. જેથી કેસ સીબીઆઈને સોંપવામાં આવે.
સુશાંતના પિતાએ મુખ્યમંત્રી સાથે કરી વાત
સુશાંતસિંહના પિતા કે.કે.સિંહે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે આજે વાતચીત કરી છે. કે.કે.સિંહે સીએમ નીતીશ કુમારને કહ્યું કે તે સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે.
વિવિધ પક્ષ દ્વારા પણ સીબીઆઈ તપાસની માંગ
સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં હવે બિહારના સત્તાપક્ષ અને વિપક્ષ એક મંચ ઉપર આવતા નજરે પડી રહ્યા છે. આ કેસમાં LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખી સીબીઆઈ તપાસની માંગ કરી છે.
લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખે CBI તપાસની કરી માગ
લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પ્રમુખ ચિરાગ પાસવાને મંગળવારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી. સવારે આશરે આઠ વાગ્યે ચિરાગે નીતીશ સાથે વાત કરી. ચિરાગ અને નીતીશે ફોન પર લગભગ 10 મિનિટ વાત કરી. ચિરાગે ફરીથી નીતીશ કુમાર સાથે સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ચિરાગે આ મુદ્દે ફરીથી મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ચિરાગ પાસવાને આ પત્રમાં લખ્યુ હતું કે આજે સરકાર પાસે તક છે કારણ કે બિહારમાં દાખલ કરવામાં આવેલી FIRના આધારે આ મામલાને સીબીઆઈને સોંપી શકે છે. ચિરાગે એ પણ લખ્યુ હતું કે IPS વિનય તિવારીની સાથે બનેલી ઘટનાની ફરિયાદ પણ મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કરવી જોઈએ. બીજી તરફ, લોક જન શક્તિ પાર્ટીના ધારાસભ્ય અને સુશાંત સિંહ રાજપૂતના ભાભી નુતન સિંઘનું કહેવું છે કે, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરવી જોઈએ.
ભાજપે કરી સીબીઆઈ તપાસની માગ
આ બાજુ ભાજપ તરફથી પણ સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી રહી છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ વિવેક ઠાકરે ટ્વિટ કર્યું છે કે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્ર સરકાર કોરોનાની લડાઈ છોડી હવે માત્ર કામમાં વ્યસ્ત છે કે સુશાંત હત્યાકાંડના પુરાવાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે બહુ થઈ ગયું છે. હું વિનંતી કરૂં છું કે બિહારના સીએમ નીતીશ કુમારજીને કે તે સુશાંતના પિતાની ઈચ્છા છે સીબીઆઈત તપાસની તેની ભલામણ કરે.
Web Title: Sushant Singh Rajput death case: Bihar CM Nitish Kumar recommends CBI probe