સેન્સેક્સની કંપનીની માર્કેટકેપમાં રૂ.1 લાખકરોડનું ધોવાણ, RILની સૌથી વધુ ઘટી

મુંબઇઃ પાછલા સપ્તાહે સેન્સેક્સની ટોપ-10 બ્લુચિપ કંપનીમાંથી 5 કંપનીઓની માર્કેટકેપમાં વિતેલા સપ્તાહે સંયુક્ત ધોરણે 1,07.160 કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે. સૌથી વધારે નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જ થયુ છે. ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી (ટીસીએસ), હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બેન્કની માર્કેટે વેલ્યૂ ઘટી છે.

સેન્સેક્સ 439 પોઇન્ટનો સાપ્તાહિક ઉછાળો

વિતેલા સપ્તાહે 30 બ્લુચિપ સ્ટોકના બેન્ચમાર્ક સેન્સેક્સમાં 439 પોઇન્ટ અથવા 1 ટકાનો સુધારો જોવા મળ્યો છે. આ દરમિયાન એચડીએફસી બેન્ક, એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલની માર્કેટકેપ વધી છે. સમીક્ષાધીન સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ 69,378.51 કરોડ રૂપિયા ઘટીને 12,84,246.18 કરોડ રૂપિયા રહી છે.

TCSની બજારવેલ્યૂ 4165 કરોડ ઘટી

સમીક્ષાધીન સમયગાળામાં ટીસીએસની માર્કેટકેપ 4,165.14 કરોડ રૂપિયા ઘટીને 9,97,984.24 કરોડ રૂપિયા તથા હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટકેપ 16,211.94 કરોડ રૂપિયાના ઘટાડામાં 4,98,011.94 કરોડ રૂપિયા રહી છે. ઇન્ફોસિસની માર્કેટકેપ 12,948.61 કરોડ રૂપિયાના ઘટાડામાં 4,69,834.44 કરોડ રૂપિયા થઇ છે. આઇસીઆઇસીઆઇસી બેન્કનું બજાર મૂલ્ય પણ 4,455.8 કરોડ રૂપિયા ઘટ્યુ અને તે 3,33,315.58 કરોડ રૂપિયા રહ્યુ હતુ.

HDFC બેન્કનીં માર્કેટકેપ 18800 કરોડ વધી

એચડીએફસી બેન્કની માર્કેટકેપ સમીક્ષાધીન સમયગાળામાં 18,827.94 કરોડ રૂપિયા વધીને 7,72,853.69 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઇ. એચડીએફસી લિમિટેડનું બજારમૂલ્ય 3,938.48 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 4,19,699.86 કરોડે પહોંચી ગયુ. કોટક મહિન્દ્રા બેન્કનું પણ બજાર મૂલ્ય 23,445.93 કરોડ રૂપિયાના વધારામાં 3,73,947.2 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયુ. બજાજ ફાઇનાન્સની માર્કેટકેપનુ 20,747.08 કરોડ રૂપિયા વધીને 2,84,285.64 કરોડ રૂપિયા અને ભારતી એરટેલની 1,145.67 કરોડ રૂપિયા વધીને 2,63,776.2 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઇ.  

મૂલ્યવાની કંપનીઓની યાદીમાં રિલાયન્સ ટોચ પર

ભારતીય શેરબજારની સૌથી મૂલ્યવાન ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ ઉપર રહી. ત્યારબાદના ક્રમે ટીસીએસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.

Web Title: Sensex’s 5 of Top-10 firms to declined Rs 1,07,160 cr in Market cap, RIL biggest loser