સેબીએ શેરમાં છેતરપિંડી કરવા બદલ 12 લોકોને દંડ ફટકાર્યો

share-market-news-india
|

September 04, 2020, 12:00 PM


Sebi Penalises 12 Individuals For Fraudulent Trading In The Scrip (1).jpg

www.vyaapaarsamachar.com

  • ફાઇનાન્સિસ ક્રેડિટ-ગેરેંટી કંપનીના શેરમાં છેતરપિંડી કરવા બદલ 12 લોકોને દંડ ફટકાર્યો
  • જે લોકોને દંડ ફટકારાયો છે તેઓએ ચૂકવણી વ્યક્તિગત રૂપે અથવા સામૂહિક રૂપે કરવી પડશે
  • ઉપરાંત BSEને માહિતી આપવામાં નિષ્ફળ જવા બદલ 1 વ્યક્તિને રૂ.2 લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હી : માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શુક્રવારે ફાઇનાન્સિસ ક્રેડિટ અને ગેરેંટી કંપનીના શેરમાં છેતરપિંડીભર્યો વેપાર કરવા બદલ 12 લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ 12 લોકો પર 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેની ચૂકવણી તેઓએ વ્યક્તિગત રૂપે અથવા સામૂહિક રૂપે કરવી પડશે.

ઉપરાંત એફસીજીસીએલમાં શેરના અધિગ્રહણ અંગે કંપની અથવા BSEને માહિતી આપવામાં નિષ્ફળ જવા બદલ એક વ્યક્તિને અલગથી બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેબીએ કહ્યું કે તેણે આ મામલાની તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ લોકો સંબંધિત કંપનીના શેરના છેતરપિંડીભર્યા વ્યવસાયમાં સામેલ હતા. આ કારણોસર સામેલ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Web Title: Sebi Penalises 12 Individuals For Fraudulent Trading In The Scrip