સેબીના ટ્રેડિંગ માર્જિનના નિયમ ભારતીય શેરમાર્કેટના વળતા પાણી લાવશે   

share-market-news-india
|

August 01, 2020, 4:06 PM

| updated

August 01, 2020, 4:09 PM


SEBI's trading margin rules will bring back the Indian stock market.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટની નિયામક સંસ્થા સેબીએ 20મી જુલાઈ, 2020ના રોજ માર્જિનના નવા નિયમ રજૂ કર્યા હતા,જેને હવે તબક્કાવાર સપ્ટેમ્બર અને ડિસેમ્બરથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સેબીનું કહેવું છે કે ભારતના નાના રોકાણકારોના હિતોનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ચોતરફથી વિરોધ થતા 1લી ઓગષ્ટથી લાગુ થનાર આ નિયમોને પાછા ઠેલવવામાં આવ્યા છે.

સેબીના સર્કયુલર મુજબ ટ્રેડરો અને રોકાણકારો બંનેએ બ્રોકરો પાસેથી શેર ખરીદવા કે વેચવા માટે માર્જિન મેળવવા માટે અગાઉથી અપફ્રન્ટ માર્જિન આપવું પડશે. સેબીના આ નિર્ણયને રીટેલ ટ્રેડિંગઅને બ્રોકિંગ વર્ગે તુઘલખી ગણાવ્યો હતો અને કડકાઈથી વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ નવા નિયમો રેગ્યુલર માર્કેટના કારોબારને ભારે અસર કરશે.

આ નિયમથી ભારતીય માર્કેટમાં ટ્રેડિંગ લગભગ સમાપ્ત થઈ જશે. હાલમાં અંદાજે 90% કારોબાર શેરના ઈન્ટ્રાડે લે વેચવાથી મળે છે. વોલ્યુમમાં પણ ઈન્ટ્રાડે ટ્રેડિંગનો હિસ્સો 90% છે,જે હવે સેબીના નિર્ણય બાદ લગભગ સમાપ્ત થઈ જશે. 

સેબીનો શેરના ખરીદ-વેચાણ માટે અગાઉથી જ માર્જિન કેશમાં જમા કરાવવા અથવા શેર ગીરવે મુકવાની શરતથી ટ્રેડિંગ આહત થશે. બીએસઈ અને એનએસઈ ખાતે દશકોથી ટ્રેડિંગનો જ મુખ્ય હિસ્સો છે અને તેમાં કનડગત કરતા લિક્વિડિટી, વોલ્યુમ અને લાખો લોકોની ફાઈનાન્શિયલ તક જતી થશે.


લોકડાઉનના સમયમાં એકમાત્ર અગાઉની જેમ જ કારોબાર કરતું એકમાત્ર સેગમેન્ટ હતુ, શેરમાર્કેટનું ફાઈનાન્શિયલ સેગમેન્ટ. લાખો લોકોની નોકરી જઈ રહી તે સમયે શેરબજારમાં રોકાણ-ટ્રેડિંગ કરીને લાખો લોકોએ કરોડોની કમાણી કરી છે અને ઘરનું ગુજરાન ચલાવ્યું છે. લોકોએ અગાઉ કરેલ રોકાણના પણ ઉંચા વળતર મળતા હવે રોકાણકારો નફો ગાંઠે બાંધીને દેશના અર્થતંત્રમાં છૂપી રીતે યોગદાન આપી રહ્યાં છે.

ટ્રીવેન્ચર એડવાઈઝર પ્રાઈવેટના રીપોર્ટ અનુસાર નવા સર્કયુલરથી કેશ માર્કેટ કરતા વધુ ખરાબ અસર વાયદા બજારને પડશે. ડેરીવેટીવ સેગમેન્ટને ભારે ફટકો પડશે. લિક્વિડિટી સમાપ્ત થતા વોલ્યુમ લગભગ સમાપ્ત જ થવાના આરે પહોંચશે.

સરકારને જ પડશે ફટકો :

નવા સર્કયુલરથી વોલ્યુમ અને ટ્રેડિંગ વેલ્યુ ઘટતા સરકારની આવકને જ ભારે અસર થશે. સરકારની જીએસટી આવક ઘટાશે, સર્વિસ ટ્રાન્ઝેકશન ટેક્સ સમાપ્ત થશે, STTની આવક પણ ગુમાવી પડશે. સૌથી મહત્વની વાત એ છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ તળિયાઝાટક થશે.

જો જરૂરી માર્જિનની નહિ હોય તો બ્રોકરે માર્જિન જમા કરાવવાની માથાકૂટ વધશે. આ સિવાય પેનલ્ટીનો પાયાહવિહોણો નિયમ ભારત જેવા દેશ જ્યાં કેપિટલ માર્કેટમાં જનતાનું ઓછું જ પાર્ટિસિપેશન છે ત્યાં અસ્તિત્વ ધરાવતો જ નથી,તેમ ટ્રીવેન્ચર એડવાઈઝર પ્રાઈવેટ લિમિટેડના રીસર્ચ એન્ડ ડેરીવેટીવ હેડ સાહિલ બાલાણીએ કહ્યું છે.

કોરોનાને કારણે લાગુ થયેલ લોકડાઉનમાં બુદ્ધિજીવી પ્રજા શેરમાર્કેટ તરફ વળી છે. ડીમેટ અકાઉન્ટ નવા ખુલવા, રીટેલ ટ્રેડિંગની ટકાવારીમાં વધારો અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં વધારો સૂચવે છે કે સામાન્ય જનતાનું જોમ શેરમાર્કેટ તરફ ઝુક્યું છે. ઈન્ટ્રાડે ટ્રેડિંગની સાથે વેલ્યુએબલ ઈન્વેસ્ટમેન્ટ વધ્યું છે અને તેવામાં સેબીનો માર્જિનનો નિયમ સૌને હચમચાવી રહ્યો છે કે આ શું આપણે ટ્રેડ કરવા, આજે જ સોદો સમાપ્ત કરવા છતા માર્જિન જમા આપવું પડે અને માર્જિનમાં આગળ-પાછળ રહી ગયું તો પેનલ્ટી એ પણ તફાવત માર્જિનના 5%થી 10% ?!!!? 

સેબીના આ નિર્ણયથી વધેલો શેરબજારનો પરિવાર ફરી નાનો થઈ જશે અને મોટામાથાના જોરે જ બજાર ચાલશે તેથી આ નિયમને મુલતવીને બદલે રદ્દ કરીને રેગ્યુલેશન અને રોકાણકારોના હિતમાટે અન્ય તરફથી જ વિચારવું પડશે તેમ બાલાણીએ ઉમેર્યું છે. 

Web Title: SEBI’s trading margin rules will bring back the Indian stock market