સેલિબ્રિટી હેકિંગ કાંડમાં ટ્વીટરના કમર્ચારીઓની જ સંડોવણી હોવાનો ખુલાસો 

world-news
|

July 19, 2020, 10:39 AM


Hackers used credentials of some employees to access our internal systems Twitter on Bitcoin scam.jpeg

vyaapaarsamachar.com

અમદાવાદ : હેકિંગ કાંડમાં ટ્વીટરે નવો ધડાકો કર્યો છે. ટ્વીટરે કહ્યું હતું કે હાઈ પ્રોફાઈલ ટ્વીટર એકાઉન્ટ હેકિંગ કાંડમાં હેકર્સે કંપનીના કર્મચારીઓને જ નિશાન બનાવ્યા હતા અને ઈન્ટરનલ એક્સેસ મેળવીને 130 એકાઉન્ટ હેક કર્યા હતા. આ મુદ્દે એફબીઆઈની તપાસ પણ શરૂ થઈ છે.

હેકર્સે દુનિયાભરના 130 જેટલાં સેલિબ્રિટી એકાઉન્ટ હેક કરીને બિટકોઈન્સની માગણી કરી હતી. એક હજાર ડોલરના બિટકોઈન્સ આપનારને બે હજાર ડોલરના બિટકોઈન્સ પાછા મળશે એવી ટ્વીટ સેલિબ્રિટી એકાઉન્ટમાંથી જ થઈ હતી. ટ્વીટની નીચે બિટકોઈન્સ આપવા માટે લિંક પણ મૂકાઈ હતી. એ પછી અસંખ્ય લોકોએ નાણા ટ્રાન્સફર કર્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી.

એ હાઈ પ્રોફાઈલ હેકિંગ કાંડમાં હવે ટ્વીટરે જ નવો ધડાકો કર્યો છે. ટ્વીટરના કહેવા પ્રમાણે આ હાઈપ્રોફાઈલ હેકિંગ કાંડમાં કંપનીના કર્મચારીઓ જ સંડોવાયા હોવાની શક્યતા છે. સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને હેકર્સે કંપનીના કર્મચારીઓ પાસેથી જ ઈન્ટરનલ એક્સેસ મેળવી લીધો હોવાની પૂરી શક્યતા છે.

અમેરિકન મીડિયાએ દાવો કર્યો હતો કે આ હાઈપ્રોફાઈલ હેકિંગ પાછળ કોઈ મોટું હેકિંગ ગુ્રપ જવાબદાર ન હતું, પરંતુ માત્ર ચાર યુવા હેકર્સે ઓનલાઈન હેન્ડલર્સ ખરીદીને હેકિંગને અંજામ આપ્યો હતો. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ડાર્ક વેબમાંથી ટ્વીટરના એક્સટેન્શનલ ટૂલ ખરીદીને ચાર યુવાન હેકર્સે આવડા મોટા બિટકોઈન્સ સ્કેમને અંજામ આપ્યો હતો.

એમાંથી ત્રણ હેકર્સના ઓનલાઈન નામ પણ અમેરિકન મીડિયાએ જાહેર કર્યા હતા. એકનું નામ એલઓએલ હતું. બીજા હેકર્સનું નામ કિર્ક હતું અને ત્રીજા હેકર્સે ઓનલાઈન નામ એવર સો એક્સચેન્જ રાખ્યું હતું. આ એકાઉન્ટ્સ ક્યાંથી ચાલતા હતા તે અંગે હજુ સુધી કોઈ જ ભાળ મળી નથી.

આ હાઈપ્રોફાઈલ ટ્વીટર એકાઉન્ટ હેકિંગ મુદ્દે ફેડરલ બ્યુ ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ તપાસ શરૂ કરી છે. હેકિંગ ક્યાંથી અને ક્યા મોટિવથી થયું હતું અને દુનિયામાં કેટલાં સેલિબ્રિટી એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા તે અંગે અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈની ટીમ તપાસ કરી રહી છે

Web Title: Hackers used credentials of some employees to access our internal systems: Twitter on Bitcoin scam