સોફ્ટબેન્ક ટીકટોક ઇન્ડિયાને ખરીદે તેવી શક્યતા, અન્ય કંપનીઓમાં પણ રેસમાં 

india-news
|

September 04, 2020, 11:56 AM


SoftBank likely to consider bid for TikTok in India.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતમાં ફરીથી ટિકટોક શરુ થઇ શકે છે.  ટિકટોક ની ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તેથી તે ભારતીય એસેટને જાપાની કંપની સોફ્ટબેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર તે ભારતીય પાર્ટનર પણ શોધી રહી છે અને તેની રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

જુલાઇમાં મુકાયો હતો પ્રતિબંધ

જણાવી દઇએ કે જુલાઇમાં ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાનો હલાવો આપીને ટિકટોક સહિત 58 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કંપની યુઝર્સનો ડેટા ચીનની સરકાર સાથે શેર કરી રહી છે. TikTok પર અમેરિકામાં પણ બૅન છે અને ત્યાં પણ તેના બિઝનેસને ખરીદવાનો પ્રયાસ અનેક ટેક કંપનીઓ કરી રહી છે. બીજી તરફ યુવાનોમાં લોકપ્રિય બનેલ ગેમ પબજી ઉપર પણ ભારતમાં પ્રતિબંધ મુકાયો છે. જોકે ટિક્ટોકની માફક પબજીને પણ ભારતીય કંપની ખરીદી લે તો તેને ફરી ભારતમાં એન્ટ્રી મળી શકે છે.

આ કંપનીઓમાં ચાલી રહી છે વાતચીત

TikTokની ચીની પેરેન્ટ કંપની બાઇટડાન્સમાં જાપાની સમૂહ સોફ્ટબેન્કની પહેલાથી પાર્ટનરશિપ છે. બ્લૂમબર્ગ અનુસાર તેણે TikTokનો ભારતીય બિઝનેસ ખરીદવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ તથા ભારતી એરટેલને પણ પાર્ટનર બનાવવા માટે વાતચીત કરી રહી છે. જો કે જિયો અને એરટેલે આ અંગે કોઇ ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે. સોફ્ટબેન્ક બીજા વિકલ્પને તલાશી રહી છે.

જાપાની કંપની સોફ્ટબેન્કે ભારતમાં ઓલા કેબ્સ, સ્નેપડીલ, ઓયો રૂમ્સ જેવા અનેક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યુ છે તેની પહેલા ઓગસ્ટમાં એવી ચર્ચા પણ શરૂ થઇ હતી કે TikTokના ભારતી. બિઝનેસને રિલાયન્સ ખરીદી શકે છે.

ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે ટિકટોક   

બૅન સમયે TikTokના આશરે 30 ટકા યુઝર્સ ભારતીય હતા અને તેની આશરે 10 ટકા કમાણી ભારતમાંથી થતી હતી. એપ્રિલ 2020 સુધી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી TikTokના 2 અબજ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. તેમાંથી આશરે 30.3 ટકા અથવા 61.1 કરોડ ડાઉનલોડ ભારતથી હતા.મોબાઇલ ઇંટેલીજન્સ ફર્મ સેંસર ટાવર અનુસાર TikTokના ડાઉનલોડ ભારતમાં ચીન કરતાં પણ વધુ હતાં. ચીનમાં TikTokના ડાઉનલોડ ફક્ત 19.66 કરોડ છે જે તેના કુલ ડાઉનલોડના ફક્ત 9.7 ટકા હિસ્સો છે.

Web Title: SoftBank likely to consider bid for TikTok in India