સોશિયલ ડિસ્ટર્ન્સિંગનાં ધજાગરા ઉડતાં પાટીલનો સાબરકાંઠા-અરવલ્લી પ્રવાસ રદ 

gujarat-samachar-news
|

September 05, 2020, 12:11 PM


CR Patil's Sabarkantha-Aravalli tour canceled due to breach of Corona guideline.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભાજપ પ્રમુખ સી આર પાટિલની રેલીઓ અને સ્વાગત કાર્યક્રમમાં ઉમટતી ભીડ મુદ્દે જીએસટીવીએ રજૂ કરેલા ચોટદાર અહેવાલોનો પડઘો પડ્યો છે. જીએસટીવીના અહેવાલો બાદ સી. આર. પાટિલના અરવલ્લી તેમજ સાબરકાંઠાના જાહેર કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

પાટિલના પ્રવાસમાં થયો હતો ગાઈડલાઇનનો ભંગ

પાટિલના કાર્યક્રમમાં કોરોનાની ગાઇડલાઇનના તમામ નિયમોને નેવે મુકીને ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓની મોટા પાયે ભીડ એકત્ર થતી હતી. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ દિનપ્રતિદિન વધી રહ્યું હતું.

સાબરકાંઠામાં પાટિલના કાર્યક્રમ મોકૂફ

બીજી તરફ હિંમતનગરમાં પણ પાટિલના સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. સી. આર. પાટિલ હવે માત્ર જિલ્લા કક્ષાએ પાર્ટીના આગેવાનો. ચૂંટાયેલા સભ્યો અને વિવિધ શ્રેણીના આગેવાનો સાથે બેઠક કરશે. તેમજ સામાજિક. ધાર્મિક. સહકારી તેમજ વેપાર-ઉદ્યોગના આગેવાનો સાથે બેઠક કરશે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલની ત્રણ વખત રજત તુલા કરવામાં આવી. લગભગ 400 કિલો ચાંદી સાથે 3 વાર ચાંદીએ તોલાયેલા પાટીલને પણ ચાંદી ચાંદી જ થઈ ગઈ હોવાનું પક્ષના નેતાઓ માની રહ્યા છે.  

Web Title: CR Patil’s Sabarkantha-Aravalli tour canceled due to breach of Corona guideline