સ્ક્રેપ માલના વેચાણથી 45 કરોડની આવક મેળવવામાં પશ્ચિમ રેલવે પ્રથમ

gujarat-samachar-news
|

August 02, 2020, 12:16 PM


49725-western-railway-reuters.jpg

www.vyaapaarsamachar.com

કોરોના વાઇરસના લીધે લોકાડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ઇ-હરાજી યોજીને રેલવેના સ્ક્રેપ કરેલા ભંગાર માલનું  વેચાણ કરીને ૪૫ કરોડ રૂપિયાની આવક મેળવાઇ હતી. જે સમગ્ર દેશમાં  પ્રથમ નંબરે છે.

એપ્રિલ-મે માસમાં તમામ ફેક્ટરીઓ અને રેલવે ટ્રેકની બાજુમાં પડેલા ભંગારને  પસ્ચિમ રેલવેના મટિરિયલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુન માસમાં ઇ-હરાજી યોજીને વેચાણ કરાયું હતું.

 તેમાં બિન ઉપયોગી રેલ્લો, સ્લીપર્સ, લોકોમોટિવ્સ, કોચ, વેગન, ટ્રેક સહિતનો બિનઉપયોગી માલ વેચી દેવાયો હતો.

નોંધપાત્ર છેે પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા બે વર્ષમાં  ભંગાર વેચીને અનુક્રમે ૫૩૭ કરોડ અને ૫૩૩ કરોડની આવક ઉભી કરી હતી. જે  સમગ્ર દેશમાં રેલવેમાં સૌથી વધુ આવક કર્યાનો રેકોર્ડ છે.

Web Title: western railway first in earning revenue from sale of scrap goods