સ્ટોક ઘટ્યો: દરેક વાહન માટે પેટ્રોલ-ડિઝલ ખરીદવાની લિમિટ નક્કી
india-news
|
August 12, 2020, 9:54 AM

vyaapaarsamachar.com
અમદાવાદ : મિઝોરમ સરકારે રાજ્યમાં દરેક વાહનો પેટ્રોલ પંપ પર કેટલું પટ્રેલ ડીઝલ ખરીદી શકશે તેની સીમા નક્કી કરી છે. કોરોના વાયરસના કારણે જે પ્રતિબંધો અને પગલા લેવાયા છે તેના કારણે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના સ્ટોકમાં ઘટાડો થયો છે, જેના કારણે રાજ્ય સરકારે આ નિર્મય કર્યો છે. બાઇક, કાર, ટ્રક દરેક વાહન માટે નિયમ લાગૂ થશે અને પ્રત્યેક વાહનને નિયત સીમા પ્રમાણેનું જ પેટ્રોલ-ડીઝલ મળશે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ઘટવાનું કારણ એ છે કે પેટ્રોલિયમ લાવતા ટ્રક કોરોના વાયરસના કારણે રસ્તમાં ફસાયા છે. જેથી હાલ જેટલો સ્ટોક છે તે પ્રમાણે પ્રત્યેક લોકોને લિમિટમાં આપવામાં આવશે. સરકારના આદેશ પ્રમાણે સ્કૂટર માટે ત્રણ લીટર, અન્ય ટૂ વ્હીલર માટે પાંચ લીટર, હળવા મોટર વાહનો માટે 10 લીટર, પિકઅપ ટ્રક, મિની ટ્રક અને જિપ્સી માટે 20 લીટર તેમજ મધ્યમ ટ્રક અને બસો માટે 100 લીટર ઇંધણ આપવાની સીમા નક્કી કરવામાં આવી છે.
અનાજ તેમજ જરુરી ચીજ વસ્તુઓના પરીવહન માટે ચાલતા ટ્રકને પુરતુ ઇંધણ આપવાની છૂટ અપાઇ છે. ડબ્બા કે બોટલ લઇને પેટ્રોલ પંપ પર જઇ શકાશે નહીં. રાજ્યમાં કેટલાય એવા પેટ્રોલ પંપ હતા જેમાં મંગળવાર સવારે ઇંધણનો બધો સ્ટોક પુરો થઇ ગયો હતો.
Web Title: Mizoram orders fuel rationing amid shortage due to COVID-19 restrictions