સ્થિતિ સારી નથી, મોરેટોરિયમ વધુ ન લંબાવા NBFC-બેંકોની અરજ

money-and-banking
|

August 03, 2020, 3:50 PM


Don’t extend loan moratorium NBFC-Banks Urges RBI and Govt.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોનાને કારણે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા મોરેટોરિઅમને ૩૧ ઓગસ્ટ બાદ લંબાવવું જોઈએ  નહીં એમ બેન્કિંગ તથા નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓમાં    (એનબીએફસી) ગણગણાટ શરૂ થઈ ગયો છે. જે બોરોઅરો લોન્સના હપ્તા ચૂકવી શકે એમ હોવા છતાં તેઓ તેની ચૂકવણી કરતા નથી, જેને કારણે બેન્કો તથા એનબીએફસીના કેશ ફલો પર અસર પડી છે.

મોરેટોરિઅમ લંબાવવા કરતા લોન્સના એક સમયે રિસ્ટ્રકચરિંગ કરવાની છૂટ અપાવી જોઈએ એમ એક બેન્કરે જણાવ્યું હતું. લોન્સના કેસ ટુ કેસ ધોરણે રિસ્ટ્રકચરિંગ કરવાનું જ યોગ્ય રહેશે.  વ્યાજ દરમાં રાહત તથા રિપેમેન્ટની મુદત વધારીને લોન્સના રિસ્ટ્રકચરિંગ કરી શકાય છે, જેથી કેશ ફલો ચાલુ રહે એવો તેમણે મત વ્યકત કર્યો હતો. સરકાર તથા રિઝર્વ બેન્ક સાથેની તાજેતરની બેઠકમાં આ અંગે સૂચન કરાયું હોવાનું અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. 

વડા પ્રધાન સાથે યોજાયેલી બેઠકમાં પણ આ મુદા તરફ તેમનું ધ્યાન દોરાયું હોવાનું જણાવાયું હતું. કોરોનાને કારણે પડેલી આર્થિક અસર વચ્ચે બોરોઅરોને રાહત આપવા કુલ ૬ મહિના માટે મોરેટોરિઅમની સવલત પૂરી પાડવામાં આવી છે, જે ૩૧ ઓગસ્ટના પૂરું થઈ રહ્યું છે.

જો કે મોરેટોરિઅમનો લાભ લેનારાઓની સંખ્યા પ્રથમ ત્રણ મહિનાની સરખામણીએ બીજા ત્રણ મહિનામાં નોંધપાત્ર ઘટી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. મોરેટોરિઅમ વધુ લંબાવવાનો અર્થ લોન્સધારકો જેઓ નિયમિત રિપેમેન્ટ કરે છે તેમને અન્યાય કરવા જેવો થશે.

Web Title: SBI needs moratorium cloud to lift if it has to lend without restraint