હવાલા કાંડ :ચીની નાગરિક પાસે 40 જેટલા બેન્ક ખાતા, મણિપુરમાં નકલી પાસપોર્ટ બનાવ્યો
india-news
|
August 13, 2020, 11:20 AM

vyaapaarsamachar.com
અમદાવાદ :ચીની નાગરિક દ્વારા ભારતમાં રહીને ચલાવવામાં આવતા હવાલા કારોબાર મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં લોઉ સાંગ ભારતમાં પોતાની ઓળખાણ બદલીને રહેતો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, તેણે મણિપુરની એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે. આવકવેરા વિભાગની ટીમે મંગળવારે દરોડો પાડીને આશરે 1,000 કરોડ રૂપિયાના હવાલા કારોબારનો ભાંડો ફોડ્યો હતો.
આવકવેરા વિભાગની તપાસમાં અત્યાર સુધીમાં આટલી વાતો સામે આવી…
– શકમંદ લોઉ સાંગ પોતાની ઓળખાણ બદલીને ભારતમાં રહેતો હતો. તે ચાર્લી પૈંગ બની ગયો હતો અને પોતાને ભારતીય નાગરિક ગણાવતો હતો. તેના પાસે ભારતનો નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ છે. તેણે મણિપુરની યુવતી સાથે લગ્ન કર્યા છે.
– લોઉ હવાલા દ્વારા દરરોજ 3 કરોડ રૂપિયા કાઢતો હતો જેમાં બંધન બેંક અને ICICI બેંકના અધિકારીઓ તેની મદદ કરતા હતા. આ ચીની શકમંદ પાસે આશરે 40 જેટલા બેંક એકાઉન્ટ્સ છે.
– આવકવેરા વિભાગે બેંક અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
– આ કૌભાંડ આશરે ત્રણેક વર્ષથી ચાલી રહ્યું હતું જેમાં બોગસ કંપનીઓ બનાવવામાં આવી હતી. કૌભાંડની કુલ કિંમત 1,000 કરોડનો આંકડો પાર કરી શકે છે.
– આરોપી વારંવાર પોતાનું સરનામુ બદલી દેતો હતો. પહેલા તે દિલ્હીના દ્વારકામાં રોકાયો હતો અને પછી ડીએલએફ વિસ્તારમાં.
– તેમાં માત્ર ચીની રૂપિયા જ નહીં પણ હોંગકોંગ, અમેરિકી ડોલરનું ઘપલું પણ કરવામાં આવી રહ્યું હતું.
હકીકતે ગુપ્તચર એજન્સીઓની જાણકારીના આધાર પર આવકવેરા વિભાગે દિલ્હી, ગાઝિયાબાદ અને ગુરૂગ્રામમાં ચીની નાગરિકોના 21 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની હવાલા લેવડ-દેવડની ભાળ મેળવી છે અને આ રકમ 1,000 કરોડ કરતા પણ વધી શકે છે.
Web Title: Chinese Hawala racket: Accused assumed Indian identity; operated over 40 bank accounts, reveals I-T probe