હવે ખાનગી કંપનીઓ મનપસંદ ટ્રેનો ખરીદી શકશે, જોખમની જવાબદારી પણ લેવી પડશે

india-news
|

July 22, 2020, 7:10 PM


Indian Railways‘ Private Train Project Gets Positive Response, 16 Potential Bidders (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતીય રેલ્વે નેટવર્ક પર પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી કંપનીઓ દ્વારા અરજીઓ મંગાવતા પહેલા સોમવારે મળેલી બેઠકમાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. ઝડપી, સુરક્ષિત અને આરામદાયક સેવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહેલી પ્રાઈવેટ ટ્રનોની દિશામાં ભારતીય રેલવે ઝડપી કામ કરી રહી છે. ખાનગી કંપનીઓ ટ્રેનો ખરીદીને દેશના વિવિધ ભાગમાં દોડાવી શકશે એવી જાણકારી મળી હતી. હાલ ભારતીય રેલવે તંત્ર જંગી ખોટ ખાઇને કામ કરે છે એટલે રેલવેની અને એ રીતે સરકારી તિજોરીની પુરાંત વધારવાના ભાગ રૂપે આ નિર્ણય લેવાયો હતો.

પ્રાઈવેટ ટ્રેન ચલાવવા માંગતી કંપનીઓ પોતાની પસંદગીની ટ્રેન ખરીદી શકશે

 • તાજેતરમાં કેન્દ્રના રેલવે ખાતાએ પ્રાઇવેટ કંપનીઓની એક બેઠક બોલાવી હતી જેમાં દેશવિદેશની 16 જેટલી કંપનીઓએ હાજરી આપી હતી.
 • આવી કંપનીઓમાં બોમ્બાર્ડિયર, સ્પેનની સીએએફ, એરપોર્ટ  કંપની જીએમઆર ઉપરાંત ભેલ જેવી ભારતીય કંપનીઓના પ્રતિનિધિ હાજર હતા.
 • બેઠકમાં રેલવે દ્વારા કહેવામાં આવ્યું કે પ્રાઈવેટ ટ્રેન ચલાવવા માંગતી કંપનીઓ પોતાની પંસદથી ટ્રેન ખરીદી શકશે અથવા તો ભાડે લઈ શકશે.

ખાનગી કંપનીઓ સામેલ થશે તો પ્રવાસીઓને સગવડ અને ટેકનોલોજી મળશે

 • ખાનગી કંપનીઓ સામેલ થવાથી એક તરફ પ્રવાસીઓની સગવડ વધવા ઉપરાંત લેટેસ્ટ ટેક્નોલોજી પણ દેશમાં આવશે એવું કેન્દ્ર સરકાર માને છે.
 • બીજી બાજુ સરકારી તિજોરીમાં આવક વધશે એવી પણ ગણતરી છે. હાલ જેટલી ટ્રેનો ચાલી રહી છે તે ઉપરાંત ખાનગી કંપનીઓની 151 ટ્રેનો થોડા સમયમાં દોડતી થઇ જશે.
 • બેઠકમાં રેલ મંત્રાલય અને નીતિ આયોગ સાથે જોડાયેલા અધિકારીઓએ પ્રાઈવેટ કંપનીઓના સવાલોના જવાબો આપ્યા અને પ્રાઈવેટ ટ્રેનોના સંચાલન સાથે જોડાયેલી શંકાઓને દૂર કરી હતી.

…તો પ્રાઈવેટ કંપનીઓએ જોખમની જવાબદારી પણ લેવી પડશે

 • રેલવે મંત્ર્યાલયે એવી સ્પષ્ટતા કરી હતી કે ખાનગી કંપનીઓ ટ્રેનો ખરીદી શકે છે તેમ લીઝ પર ચલાવવા માટે પણ લઇ શકે છે.
 • મંત્રાલયે એવી સ્પષ્ટતા પણ કરાઇ હતી કે સંબંધિત કંપનીઓએ જોખમોની જવાબદારી પણ લેવી પડશે. ઉતારુઓનાં જાનમાલની સુરક્ષા સહિતનાં જોખમો જે તે કંપનીએ સ્વીકારવાના રહેશે.
 • સોળ જેટલી દેશી વિદેશી કંપનીઓની હાજરીથી રેલવે મંત્ર્યાલય ઉત્સાહિત થયું હતું અને એમાંની 12 ખાનગી કંપનીઓને તેમની યોગ્યતાના આધારે નિમંત્રણ મોકલ્યા હતા.

151 ખાનગી ઉતારુ ટ્રેનો દોડાવવાની રેલવેની યોજના

 • 109 જેટલી નિશ્ચિત રૂટ પર 151 ખાનગી ઉતારુ ટ્રેનો દોડાવવાની રેલવે મંત્ર્યાલયની મહેચ્છા છે. આ યોજનાથી આશરે 30,000 કરોડનું મૂડીરોકાણ થવાની અપેક્ષા છે.
 • ખાનગી કંપનીઓ રેલવેમાં આવવાથીતંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જાશે એવું પણ રેલવે ખાતું માને છે.
 • જો કે અત્યાર અગાઉ જ ભારતીય રેલવેના લાખ્ખો કર્મચારીઓ ખાનગી ટ્રેનોનો વિરોધ કરી ચૂક્યા છે અને જરૂર પડ્યે હડતાળ જેવાં પગલાં લેવાની આડકતરી ધમકી પણ આપી ચૂક્યા છે.

ટ્રેનોના સંચાલન સાથે જોડાયેલા જોખમમાં સંબંધિત કંપનીઓ બરાબરની ભાગીદાર હશે

 • આ બેઠકમાં ખાનગી કંપનીઓએ મુખ્યત્વે પાત્રતાના માપદંડ બિડિંગ પ્રક્રિયા, રેલવે કોચની ખરીદી, ટ્રેનોના સંચાલન સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા.
 • બેઠક દરમિયાન રેલવે મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટની અંદર જે ટ્રેનોનું સંચાલન થશે તેની ખરીદી થશે અથવા તો ખાનગી કંપનીઓ તેને ભાડા પર લઈ શકે છે.
 • રેલવેએ કહ્યું કે ટ્રેનોના સંચાલન સાથે જોડાયેલા જોખમ સંબંધિત પાર્ટિઓની વચ્ચે બરાબર વહેંચવામાં આવશે.

Web Title: Indian Railways‘ Private Train Project Gets Positive Response, 16 Potential Bidders