હવે ભારતમાં બનશે AK-203 રાઇફલ, રશિયા સાથે મહત્વપૂર્ણ સમજૂતી

india-news
|

September 03, 2020, 8:45 PM


India-Russia Set To Close Deal For Over 6 Lakh AK 203 Rifles (1).jpg

www.vyaapaarsamachar.com

મોસ્કો : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની રશિયા મુલાકાત દરમિયાન ભારત અને રશિયાએ ભારતમાં અદ્યતન AK-203 રાઇફલ બનાવવાના મોટા કરારને અંતિમ મંજૂરી આપી દીધી છે. સત્તાવાર રશિયન મીડિયાએ ગુરુવારે આ માહિતી આપી છે. AK-203 રાઇફલ, AK-47 રાઇફલનું નવીનતમ અને અદ્યતન ફોર્મેટ છે. આ અધ્યાધુનિક રાઈફલ ઇન્ડિયન સ્મોલ ઓર્મ્સ સિસ્ટમ (INSAS) 5.56×45 મીમીની જગ્યા લેશે.

રશિયન સરકારી સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાને આશરે 7,70,000 AK-203 રાઇફલ્સની જરૂર છે, જેમાંથી એક લાખ આયાત કરવામાં આવશે અને બાકીનાનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. રશિયન સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, આ રાઇફલ્સ ઈન્ડો-રશિયન રાઇફલ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL)ના સંયુક્ત સાહસ હેઠળ ભારતમાં બનાવવામાં આવશે. તેની સ્થાપના ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) અને કલાશનીકોવ કંસર્ન અને રોસોબોરેનેક્સપોર્ટ વચ્ચે કરાઈ છે.

IRRPLમાં OFBનો 50.5 ટકા હિસ્સો હશે, જ્યારે કલાશનીકોવનો 42 ટકા હિસ્સો હશે. રશિયાની રાજ્ય નિકાસ એજન્સી રોસોબોરેનેક્સપોર્ટ બાકીનો 7.5 ટકા હિસ્સો ધરાવે છે. સમાચાર અનુસાર, ઉત્તર પ્રદેશના કોરવા ઓર્ડનન્સ ફેક્ટરીમાં આ 7.62 x 39 મીમી રશિયન હથિયાર બનાવવામાં આવશે, જેનું ઉદઘાટન ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

અહેવાલો મુજબ, પ્રતિ રાઇફલે આશરે 1,100 ડોલરનો ખર્ચ થવાની અપેક્ષા છે, જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર ખર્ચ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ એકમનો સમાવેશ થાય છે. સ્પુતનિકના જણાવ્યા મુજબ INSAS રાઇફલ્સનો ઉપયોગ 1996થી કરવામાં આવી રહ્યો છે. ભારતીય સૈન્ય પાસે અત્યારે બે દાયકા જૂની ઈન્સાસ રાઈફલ છે, તેનું સ્થાને આ નવી રાઈફલો લેશે. આ રાઈફલમાં પણ એકે-47નું મેગેઝિન વાપરી શકાશે.

Web Title: India-Russia Set To Close Deal For Over 6 Lakh AK 203 Rifles, Production To Start Soon