હવે મોદી સરકારના એજન્ડામાં 'નવા શ્રીનગર' અને 'નવા જમ્મુ' માટે બ્લુપ્રિન્ટ તૈયાર , જાણો શું બદલાશે?    

Now the new 'Srinagar' and 'New Jammu' in the Modi government's agenda, know what will change.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા 370મી કલમ રદ કરાયા પછી કોઈ વિકાસ થયો નથી. આ માટે કેન્દ્ર સરકારની પણ ટીકા થઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ-કાશ્મીર માટે નવી યોજના તૈયાર કરી રહી છે. જે અંતર્ગત હાઇ ટેક પર્યાવરણને અનુકૂળ ‘ન્યૂ શ્રીનગર’ અને ‘ન્યુ જમ્મુ’ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રનું શહેરી વિકાસ ખાતું અને જમ્મુ કશ્મીરનું સ્થાનિક વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યાં હતાં. ગયા સપ્તાહે વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિંહાને જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલપદે નીમીને મોકલવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પર વડા પ્રધાન જાતે બાજ નજર રાખે છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરાય એવી શક્યતા છે.

આ પ્રવક્તાએ કહ્યું હતું કે કશ્મીર ખીણ વિસ્તારમાં ડાલ સરોવરની આસપાસના વિસ્તારને એની પ્રાચીન જગપ્રસિદ્ધ રોનક બક્ષવાની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગીચ વસતિ છે અને છેલ્લા થોડા સમયથી એની ઇમેજ ઝાંખી પડી ગઇ હતી. પ્રદૂષણ અને પ્રવાસ પર્યટનના અતિરેકે આ વિસ્તારને ગંદો બનાવી દીધો હતો. ડાલ સરોવરની ચારેબાજુ અતિક્રમણ થયું હતું. નવા પ્રોજેક્ટમાં અતિક્રમણ ખાલી કરીને ફરી ડાલ સરોવરને એની મૂળ ચમક પાછી આપવામાં આવશે. આ પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાન જમ્મુ અને શ્રીનગરની કાયાપલટ કરીને એને ફરી આકર્ષક બનાવવાની યોજના છે. એમાટે મબલખ ખર્ચ પણ કરવાની કેન્દ્રની તૈયારી છે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે થોડા સમય પહેલાં અમેરિકાના સાંસદોએ પણ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે  370મી કલમ રદ કર્યાને એક વર્ષ થવા આવ્યું પરંતુ કશ્મીરમાં પરિસ્થિતિ નોર્મલ થઇ નથી. હજુ પહેલાં જેવુંજ વાતાવરણ છે. એ પછી કેન્દ્ર સરકારે નવા જમ્મુ અને નવા શ્રીનગર માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની જવાબદારી કેન્દ્રીય નગર વિકાસ ખાતાને સોંપી હતી.

Web Title: Now the new ‘Srinagar’ and ‘New Jammu’ in the Modi government’s agenda